મુખ્યરમંત્રી વિજયભાઇ રૂપાણી શનિવારે બપોરે ૧૫-૩૦ કલાકે માર્કેટીંગ યાર્ડ ખંભાળીયા ખાતે પોલીસ ભવનના લોકાર્પણ પ્રસંગે તથા દ્વારકાના કાર્યક્રમ અન્વયે પધારનાર હોય જેની પુર્વ તૈયારીના ભાગરૂપે કલેકટર ડો. નરેન્દ્ર કુમાર મીનાના અધ્યયક્ષ સ્થાયને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી.
દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લામાંથી વિભાજન થયેલ જિલ્લોે હોય જિલ્લા કક્ષામાં ઉપલબ્ધ હોય તેવી સુવિધાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળી રહે તેના માટે રાજય સરકાર દ્વારા જિલ્લાને સુવિધાસભર બનાવવાના ભાગરૂપે પોલીસ ભવનનું નિર્માણ કરવામાં આવેલ છે. જેથી કરીને કાયદાકિય અને સુરક્ષા સબંધિ કામો એક જ ભવન ઉપરથી થઇ શકે તેવું અતિ આધુનિક પોલીસ ભવન તા.૧૭-૮-૧૯ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવનાર છે.
બેઠકમાં કલેકટરે લગત વિભાગ/કચેરીઓને સોંપવામાં આવેલ કામગીરી વિશે લગત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી આ કાર્યક્રમ સુઆયોજિત રીતે યોજાય અને સંપન્ન થાય તેની તકેદારી રાખવા જરૂરી સુચનો કર્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષકુમાર બંસલ, પોલીસ અધિક્ષક રોહન આનંદ, નિવાસી અધિક કલેકટર એ.બી. પટેલ, પ્રાંત અધિકારી જોશી તથા વિઠલાણી તેમજ સંલગ્ન- કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.