મૂખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે માદરે વતન રાજકોટ પધારી રહ્યા છે. સવારથી સાંજ સુધીના ભરચક્ક કાર્યક્રમમાં તેઓ મહાપાલિકા સહિતના વિભાગના રૂ.૩૦૦ કરોડના પ્રોજેક્ટ ખાતમૂહુર્ત તથા લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ આયોજીત કાર્યક્રમમાં પણ મૂખ્યમંત્રી હાજરી આપશે.
મૂખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રજ્ય સરકાર દ્વારા રાજકોટમાં રૂ.૫.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલનું તથા એકલવ્ય સ્કૂલ ખાતે રૂ.૧૨ કરોડના ખર્ચે સ્પોર્ટસ હોસ્ટેલનું પણ ખાતમૂહુર્ત થશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના મચ્છુનગરમાં રૂ.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આવાસોનું લોકાર્પણ (લેન્ડ પ્રીમિયમ રૂ.૩૦.૧૨ કરોડ), પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મવડી વિસ્તારમાં રૂ. ૩૩.૮૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઘર-રનું ખાતમૂહુર્ત, ચંદ્રેશનગર ખાતે ૨૪/૭ માટે વોટર સપ્લાય સવલતોનું ખાતમૂહુર્ત, વોર્ડ નં.૭ અને ૧૪માં રૂ.૩૧.૭૦ કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપલાઇનનો શુભારંભ, સોલિડ વેસ્ટ, ફાયર બિગ્રેડ તથા ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટેના અંદાજીત રૂ.૫ કરોડના વાહનોની અર્પણવિધિ, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સહયોગથી ઇલેક્ટ્રીક બસ માટે એમઓેયુ, શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રૂ.૫૪.૨૫ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઇડબઈયુએસ એક્ટના ૭૮૪ આવાસોનું ખાતમૂહુર્ત, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂ.૫.૨૫ કરોડના ખર્ચે મામલતદાર કચેરીનું ખાતમૂહુર્ત, આ ઉપરાંત રૂ.૬૭ કરોડના ખર્ચે રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમનું ખાતમૂહુર્ત થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com