મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિરાસત સંગીત સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો. પાટણ એ ગુજરાતની પ્રાચીન રાજધાની છે. સુવર્ણનગરી પાટણમાં રાણકી વાવની ગરિમા ઉજવવાનો આ ઉત્સવ છે. પાટણ ગુજરાતની અસ્મિતાનું પ્રતિક છે. અણહિલવાડથી શરૂ થયેલ ગુજરાતનો સમૃદ્ધ વારસો આજે વિકસીત ગુજરાતમાં પણ જળવાયો છે.
કચ્છનું સફેદ રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીરના સાવજ, સોમનાથ અને દ્વારિકાના પુરાતન મંદિર ગુજરાતની વૈવિધ્યતાનો લખલુટ ખજાનો છે.