ડોકટર્સ, વેપારી મંડળો, જ્ઞાતિ-સમાજોની ટીમ ટુર્નામેન્ટમાં જોડાઈ: કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, મોહન કુંડારીયા, બીનાબેન આચાર્ય, ગોવિંદ પટેલ સહિતનાં મહાનુભાવો હાજર રહેશે
ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકરો માટે હરહંમેશ જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરે છે અને દરેક વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે લોકપ્રિય રમત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના માર્ગદર્શન હેઠળ કરેલ છે અને આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓના જોમ વધારવા માટે ઓપનીંગ શેરેમનીમાં આતશબાજી તથા ડી.જે. સાથેનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.
આ ટુર્નામેન્ટમાં ભાજપ ટીમના તથા કાર્યકરોનો ઉત્સાહ તેમજ બેનમુન આયોજનને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ ટુર્નામેન્ટનું ભવ્યાતીભવ્ય આતશબાજી સાથે ઓપનીંગ શેરેમની રાખવામાં આવેલી છે. આ ક્ષણે ભાજપના નામાંકિત અને વરીષ્ઠ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
જેમાં શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધનસુખભાઈ ભંડેરી, નિતીનભાઈ ભાર્દ્વાજ, મોહનભાઈ કુંડારીયા, બીનાબેન આચાર્ય, દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, અનિલભાઈ પારેખ, અશ્વિનભાઈ મોલીયા, ઉદયભાઈ કાનગડ, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, પ્રભારી અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા વિગેરે ઉપસ્થિત રહેવાના છે.
અનેક નામાંકિત ક્રિકેટ ટીમ પોતાના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે ભાગ લઈ રહી છે. ડોકટર્સ, વેપારી મંડળો, જ્ઞાતી, સમાજોની ટીમ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. દરેક મેચના અંતે દરેક ટીમને ઠંડા-પીણા અને નાસ્તો આયોજકો તરફથી આપવામાં આવશે.
આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ખેલાડીઓનો ખુબ જ ઉત્સાહ જોવા મળેલ છે અને ટીમના ફોર્મ મેળવવા માટે ભાજપ કાર્યાલય ખાતે ખુબ જ ઘસારો જોવા મળેલ છે અને આયોજકો દ્વારા આવા તમામ કાર્યકર્તાઓ અને ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે તે માટે આયોજકો તથા યુવા ભાજપના પ્રદિપભાઈ ડવ, પૃથ્વીસિંહ વાળા, પરેશભાઈ પીપળીયા, અજયભાઈ પરમાર, સુરેન્દ્રસિંહ વાળા, જીતુભાઈ સેલારા, કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડયા જહેમત ઉઠાવી રહ્યા છે.
આ ટુર્નામેન્ટ દરમ્યાન દરેક મેચમાં વિજેતા ટીમ, મેન ઓફ ધ મેચ અને રનર્સ-અપ ટીમને પણ જુદા-જુદા પુરસ્કારો પણ આપવામાં આવશે. તેમજ ટુર્નામેન્ટની મેન ઓફ ધ સીરીઝની વિજેતા ટીમ, મેન ઓફ ધ મેચ,બેસ્ટ બોલર, બેસ્ટ ફીલ્ડર વગેરેને ઝાઝરમાન ઈનામો આપવામાં આવશે. તેમજ સોશિયલ મિડીયા મારફત ફેસબુક, યુ-ટયુબ વિગેરેમાં તમામ મેચોનું લાઈવ પ્રસારણ કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આ ટુર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ અમ્પાયરો, સ્ક્રોરર, ગ્રાઉન્ડમેન વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.
આયોજક ટીમનાં નેજા હેઠળ કમીટીઓની રચના કરવામાં આવેલી છે. જેમાં ગ્રાઉન્ડ કમીટી, સ્ટેજ કમીટી, સોશ્યલ મીડીયા પ્રેસ કમીટી, સિકયુરીટી કમીટી, સ્વાગત કમીટી, મંડપ કમીટી, લાઈટ એન્ડ સાઉન્ડ કમીટી,મેચ કમીટી વિગેરેની રચના કરવામાં આવેલ છે.
આ જુદા-જુદા કમીટીઓના કાર્યકર્તાઓ આશિષભાઈ વાગડીયા, જયેન્દ્રભાઈ ગોહેલ, કુલદીપસિંહ જાડેજા, સતીષભાઈ ગમારા, પાર્થરાજસિંહ ચૌહાણ, મનોજભાઈ ડોડીયા, કિરીટભાઈ કામલીયા, સંદિપભાઈ ડોડીયા, પરેશભાઈ ડોડીયા, કેતનભાઈ સાપરીયા, દિપકભાઈ સાપરીયા, મોહિતભાઈ ગણાત્રા, રાહુલભાઈ દવે, સન્નીભાઈ ઝરીયા, પૂર્વેશભાઈ ભટ્ટ, હિતેષભાઈ ઢોલરીયા, ધ્રુવભાઈ રાજા, હિરેનભાઈ ગાંગાણી, નિકુંજભાઈ વૈદ્ય, જયભાઈ ગજજર, મિલનભાઈ હિરપરા વિગેરેએ જહેમત ઉઠાવી રહ્યા છે.