આરોગ્યલક્ષી અને નો પ્રોફીટ સાથે અરવિંદભાઈ મણીઆર ચેરી. ફાઉન્ડેશનનું મહાઅભિયાન
રાજકોટનાં આંગણે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસરકાર્યવાહ કૃષ્ણગોપાલજી, હેમુગઢવી હોલમાં અરવિંદભાઇ મણીઆર ચેરીટેબલ ફાઉન્ડેશનનાં ગીર ગોલ્ડનો શુભારંભ કરશે. મુખ્ય મહેમાનોમાં શાથી માધવપ્રિયદાસજી, સ્વામી શ્રી કૃષ્ણમણીજી મહારાજ, મોહનભાઇ કુંડારિયા ખાસ ઉપસ્તિ રહેશે.
સમારોહનાં દિવસે પ્રથમ ૧૦૦ ગ્રાહક નારને દેશી ગાયનું વલોથાનું શુદ્ધ ૨૦૦ ગ્રામ ઘી વિનામૂલ્યે આપવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારોહ વિશેષતા એ છે કે ગીર ગાય જોવાનો અને ગોપાલક દંપતિને રૂબરૂ મળવાનો લ્હાવો મળશે.
ગીર ગોલ્ડની યોજના એ ‘સર્વ જન હિતાય, સર્વ જન સુખાય’ને જીવન મંત્ર બનાવવાન કર્મયોગી, મૂઠી ઉંચેરા માનવી શ્રી અરવિંદભાઇ મણીઆરના સ્વપ્નોને સાકાર કરવાનો એક નમ્ર પ્રયાસ છે.
ગીર ગોલ્ડના પ્રમોટર્સ પૂ. સ્વામી પરમાત્માનંદજી, ડો. વલ્લભભાઇ કીરીયા, સીએ. કલ્પકભાઇ મણીઆર, ડો. હિતેશભાઇ જાની, દિપકભાઇ અગ્રવાલ, દિલીપભાઇ સખિયા, વિશાલભાઇ ચાવડા વગેરે છે.
સંસથા દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતાં અને સમગ્ર વ્યવસમાં પારદર્શિતા લાવવા, દૂધ દોહવાના સ્થળે આપના ઘરે દૂધ પહોંચે તે સમગ્ર પ્રક્રિયા આપના મોબાઇલ ઉપર જોઇ શકવાની સુવિધા શરૂ કરાશે. ગાયોના ડી.એન.એ. અને દૂધની ગુણવત્તાનો રિપોર્ટ વેબસાઇટ ઉપર નિયમીત જોઇ શકાશે. આ સમગ્ર અભિયાનમાં જોડાવા અને વધુ માહિતી માટે મો. ૯૪૦૯૭ ૨૪૪૪૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.