પોષણ અભિયાન, કોર્ટ બિલ્ડીંગનું ભૂમિ પૂજન, પોલીસ હેડ કવાર્ટરના કાર્યક્રમ અને ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહ મિલન સહિતના કાર્યક્રમમાં હાજરી આપશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કાલે સવારે ૯:૫૦ કલાકે એરપોર્ટ ખાતે આવી પહોંચશે. સવારે ૧૦-૦૦ કલાકે મેયર બંગલા ખાતે આયોજિત પોષણ અભિયાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવારે ૧૧:૦૦ કલાકે મુખ્યમંત્રી ઘંટેશ્વર ખાતે ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાના ગોડાઉન પાસે (રાજકોટ જામનગર હાઇવે) નવા જિલ્લા કોર્ટ બિલ્ડીંગના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨:૩૦ કલાકે મુખ્યમંત્રી પોલીસ હેડકર્વાટર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને બપોરે ૧:૩૦ કલાકે સર્કીટ હાઉસ જશે. બપોરે- ૩:૧૫ એરપોર્ટથી મુખ્યમંત્રી ભાવનગરના ઉમરાળા જશે અને સાંજે ૫:૪૫ કલાકે પરત આવશે. સાંજે ૬:૦૦ કલાકે ધર્મેન્દ્ર કોલેજમાં નર્સીંગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ મુખ્યમંત્રી રાજ્યના વેપાર-ઉદ્યોગના સર્વશ્રેષ્ઠ સંગઠન પૈકીનું એક રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સભ્ય પરિવારના સ્નેહ મિલનમાં સાંજે ૬ કલાકે નિરાલી રીસોર્ટ, ખાતે હાજરી આપશે. આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા, પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય અને ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા,મ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
જામનગર રોડ પર ઘંટેશ્વર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહ અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથના હસ્તે નિર્માણ થનાર ડીસ્ટ્રીકટ કોર્ટના અદ્યતન બિલ્ડિંગનું ભૂમિપૂજન કાલે સવારે ૧૧:૦૦ કલાકે કરાશે. આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત હાઇકોર્ટના જજ આર.એમ છાયા, એસ.એચ.વોરા તેમજ રાજય કક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતીમાં યોજાશે.