ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૭૫ કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રથમ ફેસના બિલ્ડીંગના કામનું ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે જુનાગઢની મુલાકાતે છે તેઓનાં હસ્તે રૂ.૧૭૨.૪૮ કરોડનાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરાયું હતું અને ૨૮ કોર્સનું ઉદઘાટન કરાયું હતું. બપોરે ૨:૦૦ કલાકે મુખ્યમંત્રીનું જુનાગઢ ખાતે આગમન થયું હતું. બહાઉદીન કોલેજનાં મેદાનમાં યોજાયેલા સમારોહમાં તેઓનાં હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મહાપાલિકા દ્વારા અમૃત સ્કીમ અંતર્ગત રૂ.૬૫ કરોડનાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત તથા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સકકરીયાટીંબા, દુબળી પ્લોટ ખાતે રૂ.૨.૦૮ કરોડનાં કોમ્યુનીટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ યુવા છાત્રોની કારકીદીનાં ઘડતર માં ઉપયોગી થાય તે માટે કોપરેશન દ્વારા ૨ (બે) શૈક્ષણીક સંસ્થાઓ (૧) ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (૨) ડો. સુભાષ ટેકનીકલ કેમ્પસ સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. કુલ રૂ.૧૭૨.૪૮ કરોડનાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું છે.
જુનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આણંદપુર (મેવાસા) ખાતે નવો ઈન્ટેક વેલ તથા પમ્પીંગ મશીનરી આણંદપુરથી પાદરીયા ટ્રીટમેન્ટ પ્લાન્ટ થઈ આર્દશ નિવાસી શાળા સુધી ૧૪ કી.મી. પાઈપ લાઈન નાખવાનું કામ તેમજ વોટર સપ્લાય પ્રોજેકટનાં વિવિધ ઝોન પૈકી શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ઉંચી ટાંકી, ભુર્ગભ ટાંકી, પમ્પીંગ સ્ટેશન, મશીનરી, કંમ્પાઉન્ડ પોન વગેરે બનાવવાનાં પ્રોજેકટ તથા જુનાગઢ શહેરનાં સેન્ટ્રલ એરીયાનો અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેકટ તથા કાળવા નદીના સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેકટ સહીત રૂ.૬૫ કરોડનાં વિવિધ કામનો પ્રારંભ કરવામાં આવશે. આ પ્રોજેકટથી ઓવનાર દિવસોમાં શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. સરકારની ગ્રાન્ટ હેઠળ જૂનાગઢ શહેરીજનોને રૂ.૨,૦૮ કરોડના ખર્ચ તૈયાર થયેલ નવનિર્મિત કોમ્યુનીટી હોલ ખુલ્લો મુકવામાં આવશે.
મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી-જુદી શૈક્ષણીક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પાસેથી પ્રાથમીક સુવીધાને લગતા સુચનો મેળવવા ફીડ વર્કની કામગીરી શહેરમાં વિકાસ કામો ચાલતા હોય ત્યાના સ્થળની મુલાકાત લેવી તેમજ તમામ કામગીરી વિધાર્થીઓને શીખવા મળે તેવા નવા અભીગમ સાથે યુવાધનને પ્રોત્સાહન મળી રહે તે માટે (બે) શૈક્ષણીક સંસ્થાનો (૧) ભકત કવિ નરસિંહ મહેતા યુનીવર્સીટી (૨) ડો.સુભાષ ટેકનીકલ કેમ્પસ સાથે એમઓયુ કરવામાં આવશે. આ તકે કેબીનેટ મંત્રી તથા પ્રભારી મંત્રી જયેશભાઈ રાદડીયા, કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, રાજય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે, જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ , કલેકટર સૈરભ પારધી, કમિશન તુષાર સુમેરા, કુલપતિ ડો. ચેતન ત્રિવેદી, ડે. મેયર હિમાંશુભાઈ પંડયા, સ્થાયી સમિતિ ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષ નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર, વોટર વર્કસ ચેરમેન લલીતભાઈ સુવાગીયા, બાંધકામ ચેરમેન અરવીંદભાઈ મલાણી ઉપસ્થિત રહ્યા હતા.
યુનિવર્સિટીનું બિલ્ડીંગ સંપૂર્ણ ઈકોફ્રેન્ડલી હશે: આર્કિટેકટ કમલેશ પારેખ
નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવા બિલ્ડીંગનું આર્કિટેકચર કરનાર કમલેશ પારેખે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં બાંધકામનું કામ બે ફેસમાં તૈયાર કરવામાં આવનાર છે. એક ફેસ પૂર્ણ યે તરત જ બીજા ફેસનું કામ શ ઈ જશે. તેઓએ બિલ્ડીંગ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ બિલ્ડીંગ સંપૂર્ણ ઈકોફ્રેન્ડલી હશે. ગ્રીહા ઈન્સ્ટિટયુટ પાસેી આ ગ્રીન બિલ્ડીંગનું સર્ટીફીકેટ લેવામાં આવશે. એનર્જીનો વ્યય ન રૂય અને પ્રદુષણ ન ફેલાય તે માટે તમામ તકેદારી બિલ્ડીંગના નિર્માણમાં લેવામાં આવી છે. વધુમાં આ બિલ્ડીંગ ઘટાદાર જંગલ વચ્ચે હોય વૃક્ષને નુકશાન પહોંચાડ્યા વગર તેનું નિર્માણ કાર્ય કરવાનું છે. બિલ્ડીંગના નિર્માણ કાર્યમાં કુદરતી સૌંદર્યને કોઈપણ પ્રકારનું નુકશાન ન પહોંચે તેનો ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બિલ્ડીંગને ફરતે બાજુ મોટા ખાડાઓ છે જેનો સદ્ઉપયોગ કરીને નાના નાના લેક બનાવવામાં આવશે જે બિલ્ડીંગની શોભામાં અભિવૃદ્ધિ કરશે.