આજે રાત્રે સ્વામિનારાયણ મંદિર આયોજીત માનવ ઉત્કર્ષ મહોત્સવ, કાલે શિક્ષકોની ચિંતન શિબિર અને લઘુઉદ્યોગ ભારતીના કાર્યક્રમમાં હાજરી આપશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજી બે દિવસ પોતાના હોમ ટાઉન રાજકોટમાં રોકાણ કરશે જેમાં તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. મુખ્યમંત્રીના આગમનને લઈ તંત્ર તૈયારીમાં જોતરાય ગયું છે અને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. બે દિવસ માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્તિ રહેશે.

આજે રાત્રે ૯-૩૦ કલાકે રેસકોર્ષ ખાતે શ્રી સ્વામીનારાયણ મંદિર રાજકોટ દ્વારા આયોજીત માનવ ઉત્કર્ષ મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.

બીજા દિવસે તા. ૨૬મી એપ્રિલના રોજ સવારે ૯-૦૦ ી ૧૦-૪૫ કલાક સુધી શ્રી સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ,રાજકોટ ખાતે શિક્ષકોની ચિંતન શીબીરમાં હાજરી આપ્યા બાદ બપોરે ૧૧-૦૦ કલાકે એન.એસ.આઈ.સી.  કેમ્પસ, ભાવનગર રોડ, રાજકોટ સ્તિ યોજાનારા લધુ ઉદ્યોગ ભારતીના કાર્યક્રમમા હાજરી આપી બપોરે ૦૧-૩૦ કલાકે રૈયા રોડ ૫ર આવેલ શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ હોલ ખાતે ગુજરાત સરકાર મહેસુલ વિભાગ દ્વારા આયોજીત કંમ્પેડીયમ ઓફ હીસ્ટ્રી ઓફ લેન્ડ રેવન્યુ એડમીન ઇન ગુજરાત પુસ્તકના કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ યે અનુકુળતાએ ગાંધનીગર જવા રવાના શે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.