ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણીએ વાયબ્રન્ટ સમિટ 2019ની પૂર્વ તૈયારી રુપે આજે સવારથી જ  દિલ્હી ખાતે ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો છે.

Vijay bhai rupani1તેમણે ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે મારુતિ સુઝુકી આઇ.ટી.આઇમાં નવા તાલીમ અભ્યાસક્રમો શરૂ કરવાનું છે તેની પણ ચર્ચા કરી હતી. મારુતિ સુઝુકી ગુજરાતમાં આવનારા સમયમાં તેના ત્રીજા ફેઝના પ્લાન્ટની ઉત્પાદન કેપેસિટી બમણી એટલે કે 7.5 લાખ થી 15 લાખ કારની કરશે તે અંગે તેમણે મુખ્યપ્રધાન સાથે ચર્ચાઓ કરી હતી.નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત માર્ટન વેન ડેન્ગ બર્ગે મુખ્યપ્રધાન સાથેની વન ટુ વન બેઠકમાં ગુજરાત સાથે પોર્ટ લેડ ડેવલપમેન્ટ તેમજ દહેજ પી.સી.પી.આઇ.આરમાં નેધરલેન્ડના ઉદ્યોગોના રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી હતી.

vijaybhai rupani2હાલ દહેજ માં 1500 કરોડના રોકાણ સાથે નેધરલેન્ડની અગ્રણી કંપની રોયલ વોપાકે જેટી નિર્માણના કરાર કર્યા છે અને તેના આધાર પર નેધરલેન્ડની અન્ય કંપનીઓને પણ ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કરવાની બાબતે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્ર એ કરેલી ચર્ચામાં જણાવ્યું હતું કે.રાજકોટ ધોલેરા અને રાજપીપળામાં એરપોર્ટના નિર્માણમાં એરપોર્ટ ઓથોરિટી સહયોગ આપશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે બહોળા પ્રમાણમાં લોકો આવી શકે તે માટે રાજપીપળામાં એરપોર્ટ વિકસાવાશે.ધોલેરામાં  ઇન્ટરનેશનલ એરપોર્ટને અમદાવાદ-ન્યુ એરપોર્ટ  તરીકે વિક્સાવીને આંતર રાષ્ટ્રીય સેવાઓ માટે અનુરૂપ બનાવાશે.

vijaybhai rpani3રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટ માટે 99 વર્ષ ના લીઝ પર 2500 એકર જમીન માટે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે એમ ઓ યુ થયા છે તે સન્દર્ભ માં આગામી ડિસેમ્બર અંત સુધીમાં એરપોર્ટ નિર્માણ ની કામગીરીનો  કાર્યારમ્ભ કરાશે.

મુખ્યપ્રધાન રુપાણીએ આગામી વાયબ્રન્ટ સમિટમાં નેધરલેન્ડનું હાઇ પાવર ડેલીગેશન સહભાગી થાય તે માટે આમંત્રણ પાઠવ્યું હતું. નેધરલેન્ડ આ વર્ષના વાયબ્રન્ટનું પાર્ટનર કન્ટ્રી છે તે સંદર્ભમાં પણ વન ટુ વન બેઠકમાં વિચાર વિમર્શ થયો હતો. વિજય ભાઈ રૂપાણીએ ખાસ કરીને ગુજરાતમાં હાલ કાર્યરત નેધરલેન્ડ ઉદ્યોગકારોને મળી રહેલી સવલતો અને સરકારના પ્રોત્સાહન અંગેની ફળદાયી ચર્ચાઓ કરી હતી.

4રુપાણી સાથે આજે નવી દિલ્હીમાં વાયબ્રન્ટ સમિટ 2019 ની પૂર્વતૈયારી રૂપે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે યોજેલા વન ટુ વન બેઠકના ઉપક્રમમાં એમ.જી મોટર્સ ના એમ.ડી રાજીવ છાબડા.. ડી સી એમ શ્રીરામના સી ઈ ઓ વિક્રમ શ્રીરામ ભારતી એન્ટરપ્રાઇઝીસ ના વાઇસ ચેરમેન રાજન ભારતી મિત્તલ.એકમે સોલારના ચેરમેન મનોજ ઉપાધ્યાય રીન્યુ પાવર વેન્ચરના સી ઈ ઓ સુમન્ત સિન્હા અને સ્પાઇસ જેટ ના ચેરમેન અજય સિંહે બેઠકો યોજીને ગુજરાત સાથે ઓટોમોટિવ સેક્ટર. સોલાર એનર્જી સોડા એશ ઉત્પાદન પી સી પી આઇ આર રિજિયનલ એર કનેક્ટિવિટી સહિત ના બહુવિધ ક્ષેત્રોમાં રોકાણ માટેની ઉત્સુકતા દર્શાવી હતી.

6

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.