સદ્ભાવના વૃદ્ધાશ્રમ ‘પીપળીયા ભવન’ને ખુલ્લુ મુકતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી: ૧૬૬ વડીલોને આશ્રય આપી શ્રવણ રૂપી સેવાકાર્ય કરતું સદ્ભાવના ટ્રસ્ટ
સદ્ભાવના વૃદ્ધાશ્રમ તથા પીપળીયા પરિવાર દ્વારા નવનિર્મિત પીપળીયા ભવનનું આયોજન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
સ્વામિનારાયણ ગુરુકુળ સામે ગોંડલ રોડ ખાતે પીપળીયા ભવન કાર્યરત થશે. સદ્ભાવના વૃદ્ધાશ્રમ છેલ્લા ચાર વર્ષથી ભાડાના મકાનમાં સ્થિત હતું જે હાલમાં ભૂમિના દાતા મોહનભાઈ પીપળીયા ‘પીપળીયા પરિવાર’ના સહયોગી વૃદ્ધોને ઘરનું ઘર મળી રહે તે માટે ભૂમિનું અનુદાન મળેલ છે.
જેમાં વૃદ્ધાશ્રમમાં વડીલોને સુખ-સુવિધા પુરતી મળી રહે તે માટે સુવિધા યુક્ત બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આજે મુખ્યમંત્રીના હસ્તે થયેલા આ ભવનના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ પીપળીયા ભવનની ખાસ મુલાકાત લીધી હતી. ભૂમિદાનના મુખ્ય દાતા મોહનભાઈ આંબાભાઈ પીપળીયા ઉપરાંત ઓતમભાઈ મોહનભાઈ પીપળીયા તથા સવજીભાઈ ભગવાનજીભાઈ પરસાણા અને મંજૂલાબેન સવજીભાઈ પરસાણા છે.
સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ થઈ રહી છે. વૃદ્ધોને સુખ સગવડતા ભર્યા ઘરમાં રાખવા ઉપરાંત જૂન-૨૦૧૫થી આજ સુધીમાં પડધરી તાલુકા તથા રાજકોટ શહેરમાં ૨,૮૪,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેનું સારી રીતે જતન પણ થઈ રહ્યું છે. વડીલોને સારામાં સારૂ સુખ સગવડતા ભરેલું ઘરનું ઘર મળી રહે તે માટે નવનિર્મિત પીપળીયા ભવનનું આયોજન મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું છે.