રાજકુમાર કોલેજમાં ટર્ફ સ્પોર્ટસ ફિલ્ડનું લોકાર્પણ, ગાર્ડી વિદ્યાપીઠ ખાતે આયુર્વેદ હોસ્પિટલનું ઉદઘાટન સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આજથી બે દિવસ રાજકોટ શહેર ખાતેની મુલાકાતે છે આજે તેઓના હસ્તે વિવિધ વિકાસકામોના શુભારંભ થશે
રાજકુમાર કોલેજ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ ટર્ફ સ્પોર્ટસ ફિલ્ડનું, ઇન્દિરા સર્કલ ખાતે ગ્રીન ફિલ્ડનું અને કાલાદડ રોડ ખાતે આવેલી ગાર્ડી વિદ્યાપીઠ ખાતે આયુર્વેદ હોસ્પિટલનું ઉદઘાટન કરશે.
હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારા અધ્યાપકોના ગુરૂપૂર્ણિમા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અધ્યક્ષસને બિરાજશે, કાલાવડ રોડ સ્તિ પ્રમુખ સ્વામી સભાગૃહ ખાતે મુખ્યમંત્રી રૂપાણી ક્ષત્રિય ચિંતન સભાને સંબોધશે. પેડક રોડ પર આવેલા અટલ બિહારી બાજપાઇ ઓડિટોરીયમ ખાતે યોજાનાર હાલારી શ્રીમાળી સોની સમાજના તેજસ્વી તારલાઓને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાશે.
નવમી જુલાઇએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીછોટુનગર કોમ્યેનિટી હોલ ખાતે ગુરૂદક્ષિણાના કાર્યક્રમમાં પણ ઉપસ્તિ રહેશે. રાજકુમાર કોલેજ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા બપોરે ૧૨:૪૫કલાકે અંદાજીત રૂ. ૯ કરોડના ખર્ચે તૈયાર યેલ અને ૧,૪૮,૦૦૦ ચો.મીનું વિશાળ મલ્ટી ગેમીંગ ટર્ફ સ્પોર્ટસ ફિલ્ડનું ઉદધાટન કરશે. મલ્ટી ગેમીંગ ટર્ફ કોર્ટ (રમતના મેદાન) ૫ર ફુટબોલ, વોલીબોલ, બાસ્કેટ બોલ, હોકી, ક્રિકેટ જેવી વિવિધ રમતો એક જ મેદાન ૫ર રમી શકાશે.
રાજકોટ શહેર સ્માર્ટ સિટીમાં પસંદગી પામ્યું છે. વિવિધ પ્રોજેક્ટ્સ પૈકી ગ્રીન ફિલ્ડ એટલે કે શહેરને હરિયાળું બનાવવા મહાનગરપાલિકા દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવશે, ત્યારે રાજકોટની વિવિધ સામાજિક સંસ પૈકી નામ એવા ગુણ પ્રમાણે ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ છેલ્લા ૧૧ વર્ષી રાજકોટમાં રોપા વાવેતર અને વિતરણનું હરિયાળુ કાર્ય કરી રહ્યુ છે.
રાજકોટના ૧૫૦ ફુટ રિંગરોડ ૫ર ઇન્દિરા સર્કલ ખાતે ગ્રીન ફિલ્ડ સંસ દ્વારા ૧૦ દિવસ સુધી રોપા વિતરણ કરવામાં આવશે જેનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવતી કાલે બપોરે ૨:૩૦ કલાકે કરવામાં આવશે જેનો લાભ રાજકોટની પર્યાવરણ પ્રેમી જનતા લઇ શકશે. ત્યાર બાદ, રાજકોટ શહેરના કાલાવડ રોડ ૫ર આવેલી ગાર્ડી વિદ્યાપીઠ ખાતે બપોરે ૦૩:૦૦ કલાકે ૬૦ બેડની સુવિધા ધરાવતી આયુર્વેદ હોસ્પિટલનું ઉદઘાટન કરશે.