આગામી તા.૧૭-૧૮ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના મહેમાન બનશે અને રીડ કલબ ખાતે નવનિર્મિત જિલ્લા સેવાસદન-૩નું લોકાર્પણ કરવાની સો સો રૂડા આવાસ યોજનાના ડ્રો, ખાતમુહૂર્ત સહિતના ભરચક્ક કાર્યક્રમોમાં હાજરી આપશે.
જાણવા મળતી વિગતો મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૧૭ અને ૧૮ના રોજ રાજકોટમાં ભરચકક કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. જેમાં રીડ કલબ ખાતે બનેલ જિલ્લા સેવાસદન-૩નું લોકાર્પણ કરવા ઉપરાંત રૂડાના નવા આવાસોનું ખાતમુહૂર્ત, ડ્રોમાં હાજરી આપશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી ૬ જેટલી યોજનાઓના પણ ભૂમિ પૂજન તા ખાતમુહૂર્ત કાર્યક્રમ કરશે.
આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાંચેક જેટલા સમૂહ લગ્નોત્સવમાં પણ હાજરી આપી ૧૭-૧૮ના રોજ રાજકોટની મહેમાનગતી માણશે.