મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન આગામી 3 વર્ષ સુધી ચાલુ રાખીને રાજ્યના તમામ તળાવો ઊંડા કરી ભાવિ પેઢીને 50 વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો આપવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ આજે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી “`રાજ્યના 6 જિલ્લામાં રાજકોટનું ગોમટા , તાપીનું ચીખલાવ, સાબરકાંઠાનું કમાલપુર , જુનાગઢનું નારેડી, દાહોદનું દૂધિયા, નર્મદાનું ભદામ“` ચાલી રહેલા જળ અભિયાન કામોની સમીક્ષા કરતા ગ્રામજનો અને ગ્રામીણ ખેડૂતો પાસેથી આ અભિયાનની સફળતા અને ઉપયોગીતાના પ્રતિભાવોનો પ્રતિસાદ આપતા આ નેમ વ્યક્ત કરી હતી.
વિજયભાઈએ વરસાદની મોસમ શરૂ થાય તે પહેલા સુજલામ સુફલામ જળ અભિયાન અનવયે તળાવો ઊંડા કરવા ચેક ડેમ . નદીમાંથી કાંપ કાઢવા ની સહિત ની જળ સઁચય કામગીરી જરૂર જણાયે વધુ મશીનરી અને મેન પાવર જોડીને પૂર્ણ કરવા તંત્ર વાહકો અને સહયોગી સંસ્થાઓ ને સુચન કર્યું હતું.
મુખ્યમંત્રી એ સુજલામ સુફલામ જળ અભિયાન ના કામો 24×7 ચાલુ રાખવા તાકીદ કરતા કહ્યું કે વધુ મશીનરી અને શ્રમદાન દ્વારા જળ અભિયાનના કામો વેગવાન બનાવવામાં સરકાર નાણાં ની કોઇ કચાશ નહીં રાખે તેમ પણ સ્પષ્ટ પણે જણાવ્યું હતું. આ કામોમાં વ્યાપક લોક સહયોગ મળી રહ્યો છે તેને પણ તેમણે આવકાર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com