રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને પ્રવચન દરમિયાન કટાક્ષ કરી હતી,ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કોગ્રેસ ઉપાધ્યક્ષ ને વળતાં જવાબો આપ્યા હતા. અને કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ વિશ્વસનીય સ્થાનિક નેતા નથી અને તેથી જ તેઓને ગુજરાત સુધી આવવું પડ્યું છે. રાહુલ ગાંધી સોમવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. રાહુલ ગાંધીએ દ્વારકાધીશ સમક્ષ શીશ ઝુકાવી ગુજરાત વિધાનસભા ચૂંટણી national
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ઉપાધ્યક્ષની ગુજરાત યાત્રાને લઈને વાત કરતાં જણાવ્યુ કે,કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રાજ્યની મુલાકાત તે વાતનો ખ્યાલ આવે છે કે પાર્ટીની પાસે કોઈ વિશ્વસનીય સ્થાનિય નેતૃત્વ નથી. જો તેઓ મજબૂત હોત અને નજરે આવતાં હોત તો રાહુલ ગાંધીને જવાની જરૂર ન પડત.વિધાનસભા-લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ જશે,વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના સૂપડા સાફ કરી નાખશે. સાથે જ મુખ્યમંત્રીએ દાવો કર્યો કે, નરેન્દ્ર મોદી હવે પીએમ છે તેથી અમે 150 બેઠકનું લક્ષ્યાંક નક્કી કર્યુ છે. અમે 2019ની લોકસભાની ચૂંટણી સમયે પણ ગુજરાતની તમામ 26 બેઠકો પર કોંગ્રેસને કારમી હાર આપીશું.”
કોંગ્રેસે ગુજરાતમાં ભાજપની સરકારને નિશાને લેતાં એક સોશિયલ મીડિયા પર ‘વિકાસ ગાંડો થયો છે’ નામનું અભિયાન શરૂ કર્યુ છે. રાજ્યમાં ભાજપ છેલ્લાં 19 વર્ષથી સત્તા પર છે.રૂપાનીએ કોંગ્રેસના અભિયાનને રદ્દીયો આપતાં કહ્યું કે ‘નિંદા માત્ર મીડિયામાં છે’.
ગુજરાતના સીએમ રૂપાણી નવી દિલ્હીમાં ગુજરાત સદન માટે ફાળવવામાં આવેલી જમીનના ભૂમિ પુજન માટે દિલ્હી ગયા છે.આ પ્રસંગે વિજય રૂપાણીએ UPA સરકાર પર પણ પ્રહાર કર્યા હતા અને જણાવ્યું કે, ગત કેન્દ્ર સરકારે ગુજરાત સદનના નિર્માણ માટે રાજ્યને જમીન આપી ન હતી. વડાપ્રધાન મોદીએ રાજ્યને જમીન આપી અને એક નવા ગુજરાત સદનનું નિર્માણ કરવામાં આવ્યું છે.કોંગ્રેસની મુખ્યાલયની ઠીક સામે અકબર રોડ પર કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા 7,066 ચોરસ મીટરની ભૂમિ ગુજરાત સદન માટે આપવામાં આવી છે. આ નવી ઈમારતમાં 69 ગેસ્ટ રૂમ હશે. મુખ્યમંત્રી રૂપાણીના જણાવ્યા મુજબ આ નવું ભવનનું કામ 18 મહિનામાં પૂર્ણ થઈ જશે.