ઉઝબેકિસ્તાનના રાષ્ટ્ર પ્રમુખ, એન્ડિજાન પ્રદેશના ગવર્નર, સમરકંદ-બુખારાના ગવર્નર, તાશ્કંદ શહેરના મેયર સાથે વન-ટુ-વન બેઠક; એન્ડિજાનમાં સરદારની પ્રતિમાનું અનાવરણ
મુખ્મંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ઉઝબેકિસ્તાનના પાંચ દિવસીય પ્રવાસે પહોંચેલા પ્રતિનિધિ મંડળનો હવાઈ મથકે ભારતીય રાજદૂત સહિતના અગ્રણીઓ અને ઉઝબેકિસ્તાનના નાગરિકોએ ઉષ્માપૂર્ણ સત્કાર કર્યો. મુખયમંત્રી સાથે ઉદ્યોગપતિઓ, પ્રગતિશીલ ખેડૂતો પણ ડેલિગેશનમાં જોડાયા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન ખાતેના એન્ડિજાનમાં સૌપ્રથમ આતરાષ્ટ્રીય રોકાણ ફોરમમાં હાજરી આપી. તેમના આ પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ, એન્ડિજાન પ્રદેશના ગવર્નર તથા સમરકંદ અને બુખારાના ગવર્નરો તેમજ તાશ્કંદ શહેરના મેયર સાથે વન-ટુ-વન બેઠક યોજશે.
આ પ્રવાસ દરમિયાન તેઓ, એન્ડિજાન સમરકંદ, બુખારા અને તાશ્કંદમાં યોજાનારા બિઝનેસ ફોરમમાં પણ ગુજરાત ડેલિગેશન સાથે છે. મુખ્યમંત્રીની સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જઇ રહેલા પ્રતિનિધિ મંડળમાં રાજ્યના ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, હોસ્પીટાલિટી, ફાર્માસ્યુટિકલ એન્ડ હેલ્થ કેર, એગ્રો એન્ડ ફુડ પ્રોસેસિંગ, ડેરી, ટેક્ષટાઇલ વગેરે ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતો પણ છે.
મુખ્યમંત્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર અમદાવાદથી પ્રસ્થાન કરીને એન્ડિજાન પહોંચશે. જ્યાં આયોજિત, ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ ઓપન એન્ડિજાનના ઉદઘાટન સમારોહમાં જોડાશે. એન્ડિજાન શહેરમાં એક સ્ટ્રીટનું લોહપુરુષ સરદાર પટેલ નામાભિધાન કરવામાં આવ્યું છે. તેનું ઉદઘાટન તથા સરદારની પ્રતિમાનું અનાવરણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે. તેઓ ઇન્ડિયા- ઉઝબેકિસ્તાનના ફ્રી ફાર્માસ્યુટિકલ ઝોનની મુલાકાત લેશે અને ત્યાં કેડિલા ફાર્માનું ઉદઘાટન કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી, તેમના પ્રવાસના બીજા દિવસે સમરકંદના ગવર્નર સાથે મુલાકાત કરશે અને ઉદ્યોગ, વેપારીઓ સાથે વાર્તાલાપ કરીને સમરકંદ સ્ટેટ યુનિવર્સિટીમાં ઇન્ડિયા સ્ટડી સેન્ટરની મુલાકાત પણ લેશે. તેઓ ૨૧મીએ, પ્રવાસના ત્રીજા દિવસે બુખારાના ગવર્નર સાથે બેઠક યોજશે અને ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ આયોજીત બી-ટુ-બી મીટીંગમાં ભાગ લેશે.
મુખ્યમંત્રી, ૨૨મીએ, તાશ્કંદની મુલાકાતે જશે. જ્યાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ ખાતે જઇને પુષ્પાંજલિ અર્પણ કરશે.