વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી તરીકે રિપીટ થતા શહેરમાં વિજયોત્સવ
રાજકોટ કા બેટા, ગુજરાત કા નેતા સુત્ર પ્રજાએ સ્વીકાર્યું: નીતિન ભારદ્વાજ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો તથા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા રાજયોમાં સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં યોજાયેલ રાજયની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.
અને સતત છઠ્ઠી વખત દેશની જનતાએ ભાજપમાં વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. ત્યારે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી તરીકે ફરી વખત વિજયભાઈ રૂપાણી આ‚ઢ થયા છે. ત્યારે સમગ્ર ગુજરાતભરમાં આતશબાજી યોજી ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પૂર્વ મેયર જનકભાઈ કોટક, ઉદયભાઈ કાનગડ, રક્ષાબેન બોળીયા, પૂર્વ ધારાસભ્ય ભાનૂબેન બાબરીયા, રાજુભાઈ બોરીચા સહિતનાની ઉપસ્થિતિમાં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ રાજયના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીના નામની જાહેરાત થતા જ શહેર ભાજપ કાર્યાલય ખાતે બપોરે ૩.૩૦ કલાકથી કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે બેન્ડ, ઢોલ, પુષ્પ વર્ષા અને આતશબાજી તેમજ મો મીઠા કરાવ્યા હતા. અને રાજકોટ કા બેટા ગુજરાત કા નેતા અને વંદે માતરમ, ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ. આ આતશબાજીનો કાર્યક્રમ મોડીરાત સુધી કાર્યાલય ખાતે ચાલુ રહ્યો હતો અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
‘અબતક’ સાથેની મૂલાકાતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતુ કે રાજકોટના પનોતા-પુત્ર અમારા સૌના માર્ગદર્શક લોકપ્રિય નેતા કે જેનું રાજકોટમાં બચપન વિત્યું છે. વિજયભાઈ રૂપાણી આજે બીજીવાર મુખ્યમંત્રી બન્યા છે. ત્યારે સ્વાભાવિક રીતે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે પ્રજામાં આનંદ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતની પ્રજામાં પણ આનંદ છે. કે દોઢ વર્ષની સરકારમાં ૫૦૦થી વધુ નિર્ણયો જે પ્રજાને જોઈતા તો, પ્રજાની નાડ પારખીને સંવેદના ભર્યા નિર્ણયો લીધા હતા. તેને કેન્દ્રની સરકારે સ્વીકૃતિ આપી છે. અને સાહેબ કહેતા હતા કે હું ટી.૨૦રમવા આવ્યો છું પરંતુ ટેસ્ટ મેચ રમવાનો અવસર કેન્દ્રની નેતાગીરીએ આપ્યો છે. ત્યારે હું પ્રદેશની નેતાગીરી અને કેન્દ્રની નેતાગીરીને બંનેનો વિજયભાઈ રૂપાણી રાજકોટનાં પનોતા પુત્ર રાજકોટ કા બેટા, ગુજરાત કાં નેતા એ અમા‚ સ્લોગન ખરા અર્થમાં ચરીતાર્થ થયું છે. ત્યારે બંને નેતાગીરીની હું ખૂબ ખૂબ શુભેચ્છાક પાઠવું છુ અને તેમનો આભાર પણ માનું છું તેમ કમલેશ મીરાણીએ જણાવ્યું હતુ.
ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે જણાવ્યું હતુ કે રાજકોટના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. રાજકોટનાં પનોતા પુત્ર-ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરીથી જાહેરાત થઈ તેથી રાજકોટના કાર્યકર્તાઓમા ઉત્સાહનો માહોલ છે. આ વખતે રાજકોટનાં કાર્યકર્તાઓએ રાજકોટ વિજય ભવ અને રાજકોટ કા બેટા ગુજરાત કા નેતા સ્લોગન આપ્યું હતુ જે રાજકોટની પ્રજાએ સ્વીકાર્યું છે અને રાષ્ટ્રીય નેતૃત્વે પણ સ્વીકાર્યું છે. તે અમને ખૂબ આનંદ છે. અને આવનારા પાંચ વર્ષ એ વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજકોટ ખૂબ વિકાસ કરશે અને ગુજરાત પણ વિકાસ કરશે એવી અમને શ્રધ્ધા છે.