રાજયમાં શહેરી વિસ્તારોમાં આજથી શાળા પ્રવેશોત્સવનો આરંભ થયો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાટનગર ગાંધીનગર સ્થિત કડી કેમ્પસ સે.ર૩ માં આર.જી કન્યા વિઘાલય ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે બાળ સામાજિક મજબૂરી અને વિવિધ પ્રકારની વિષમતાના કારણે જે બાળકો શાળાએ નથી આવતા તેવા બાળકો માટે રાજ્ય સરકાર આગામી દિવસોમાં ખાસ યોજના તૈયાર કરી રહી હોવાના સંકેત મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આપ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવનો શહેરી કક્ષાના બીજા તબક્કાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર શહેરની કન્યા વિદ્યાલય ખાતેથી પ્રવેશોત્સવ આરંભ કરાવ્યો હતો. આ તબક્કે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, 2022 સુધીમાં 100 ટકા નામાંકન અને “0” ટકા ડ્રોપ આઉટનું લક્ષ્ય એ સરકારનો ગોલ્ડન ગોલ છે. ત્યારે સ્પષ્ટ સંકેતો આપતા જણાવ્યું હતું કે, સામાજિક મજબૂરી અને વિષમતાના કારણે હજુ પણ રાજ્યના કેટલાક બાળકો પ્રવેશથી વંચિત રહ્યા છે. ત્યારે સો ટકા નામાંકન થાય તે હેતુથી અમારી સરકાર આગામી દિવસોમાં વિશેષ અભિયાન હાથ ધરશે અને યોજના તૈયાર કરી ઝીરો ટકા ડ્રોપ-આઉટનો ગોલ સિદ્ધ કરશે.