સમસ્ત રાજપુત સમાજ આયોજીત રામ નવમી મહોત્સવમાં મુખ્યમંત્રીએ હાજરી આપી

આજે સવારે જેતપુર તાલુકાના મેવાસા ગામે શ્રી સમસ્ત ખાંટ રાજપૂત સમાજ દ્વારા આયોજિત રામનવમી મહોત્સવ -૨૦૧૭ની ઉજવણી અન્વયે ખાંટ સમાજના સંત શીરોમણી પૂ. રામબાપાની જગ્યાએ યોજાનાર પંચકુંડી યજ્ઞ તા સત્યનારાયણ કામાં તા જેતપુર મુકામે સુર્યમંદિર ખાતે આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્તિ  રહ્યા હતાં.  આ સો ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તૈયાર નાર વિરપુર, જામ કંડોરણા, ગોંડલ તા કોટડા સાંગાણીના દર્શનીય સ્ળોનો વિકાસ ાય તે માટે રાજય સરકાર રૂા.૨૩૯૦ લાખના વિવિધ માળખાકિય સુવિધાઓનું ખાતમુહુર્ત પણ તેઓના વરદ હસ્તે કરાયું હતું.

જેમાં જામંકંડારણાના મેવાસા ખાતે રામમંદીરના રૂા.૧૭૦ લાખના,વાડા ડુંગર ખાતે ખોડીયાર માતાના સ્ળે રૂા.૧૧૦ લાખના,કેરાળી ખાતે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે રૂા.૧૧૦ લાખના તા કેરાળેશ્વર મહાદેવના મંદિર ખાતે રૂા. ૧૦૦ લાખના ખર્ચે માળખાગત વિકાસના કામો કોટડાસાંગાણી ખાતે ોરડી ગામે પ્રસિધ્ધ પ્રગટેશ્વર ભોળેશ્વર મહાદેવ મંદિરના રૂા. ૧૭૫ લાખના વિકાસ કામો,ગોંડલ તાલુકામાં હડમતાલા ખાતે આવેલ સિધ્ધેશ્વર મહાદેવ મંદિરના રૂા. ૩૨૦ લાખના તા મેશપર ખાતે આવેલ મનમનેશ્વર મંદિર ના રૂા. ૧૦૦ લાખના વિકાસ કામો, વીરપુર ખાતે આવેલ સુપ્રસિધ્ધ  જલારામ મંદિર ખાતે રૂા. ૩૫૦ લાખના વિકાસ કામો જયારે જામકંડોરણા તાલુકાના ોરાળા ખાતે  આવેલ મોમાઇ માતાના મંદિરના વિકાસ ર્એ રૂા.૮૫ લાખના વિકાસ કામો સો ઉતાવળી નદી કાંઠે રૂા. ૮૭૦ લાખના ખર્ચે નાર રીવરફ્રન્ટના વિકાસના કામોનું ખાતમૂહુર્ત  કર્યુ હતું.

આ વિકાસના કામોમાં માળખાગત સુવિધાના કામો જેવાકે આકર્ષક પ્રવેશદ્વાર, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ – બારૂમ, એપ્રેાચરોડ, આંતરીક રસ્તા, બ્લોક પેવિંગ કામ, મનોરંજનના સાધનો, બેઠક વ્યવસ,કંમ્પાઉન્ડ વોલ, ફેન્સીંગ, બગીચા, બ્યુટીફીકેશન, ઇલેકટ્રીફિકેશન, ડ્રેનેજ બાયપાસ, પાર્કીંગ સુવિધા તા હવન રૂમ, પુજારૂમ, સ્નાનધાટ અને ચેન્જરૂમ જેવા કામોનો સમાવેશ ાય છે.

આ પ્રસંગે રાજયના પ્રવાસન અને વનવિભાગના મંત્રી ગણપતભાઇ વસાવા, અન્ન અને નાગરિક પુરવઠો તા લેખનસામગ્રી વિભાગના મંત્રી જયેશભાઇ રાદડીયા, પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા, રામબાપા જગ્યાના મંહત કાશીરામ બાપુ, શ્રી હિતેષદાસ પરબીયા, ધારાસભ્યો સર્વ પ્રવિણભાઇ માકડીયા, જયરાજસિંહ જાડેજા, પૂર્વ  મંત્રી જશુમતીબેન કોરાટ, ગુજરાત પ્રવાસન નિગમના ચેરમેન કમલેશભાઇ પટેલ, તા  ડિરેકટરશ્રી માંધાતાસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખિયા, કલેકટર ડો. વિક્રાંત પાંડે, ગુજરાત પ્રવાસન નિગમના કમિશ્નર એન. શ્રીવાસ્તવ, જેતપુર નગરપાલીકા પ્રમુખ જેસુખભાઇ ગુજરાતી,  ગુજરાત રાજય પછાત વર્ગ વિકાસ નિગમના ડિરેકટર વેલજીભાઇ સરવૈયા,જેતપુર ખાંટ સમાજના પ્રમુખશ્રી ભુપતભાઇ સોલંકી,  દિનેશભાઇ ભુવા, મનસુખભાઇ ખાચરીયા, ભાવનાબેન સોલંકી, સુભાષભાઇ બાંભરોલીયા સહિત જીલ્લા અને તાલુકાના વિવિધ હોદેદારો તા સંતો મહંતો  ઉપસ્તિ  રહ્યા હતાં

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.