સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નમો ઈ-ટેબ અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ જોડાણ વિતરણ: બપોરે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ આયોજીત જીએસટી સેમિનારમાં અને સાંજે દેવીપૂજક સમાજના કાર્યક્રમમાં હાજરી આપશે: શહેરમાં અલગ-અલગ ૧૨ ગણપતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે માદરે વતન રાજકોટની મુલાકાતે આવ્યા છે. સવારે ૧૦:૩૦ કલાકથી રાત સુધી તેઓના ભરચક કાર્યક્રમ છે. સવારે તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે હજારો વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેઓ મોડી રાત સુધી રાજકોટમાં રોકાશે.
આજે સવારે ૧૦:૦૦ કલાકે મુખ્યમંત્રીનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. ત્યાંથી તેઓ ૧૦:૩૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. અહીં નમો ઈ-ટેબ વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં હજારો વિદ્યાર્થીઓને માત્ર ‚ા.૧૦૦૦માં ટેબલેટ આપવાના કાર્યક્રમનું તેઓએ શુભારંભ કરાવ્યો હતો. બપોરે ૧૨:૩૦ કલાકે શહેરના કાલાવડ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણના સભાગૃહમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસ જોડાણ વિતરણ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા. બપોરે ૩:૩૦ કલાકે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડિસ્ટ્રી દ્વારા રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે યોજાનારા જીએસટી અંગેના સેમીનારમાં પણ મુખ્યમંત્રી હાજરી આપશે. ત્યારબાદ સાંજે ૫:૧૫ કલાકે છોટુનગર વિસ્તારમાં દેવીપૂજક સમાજના એક કાર્યક્રમમાં પણ વિજયભાઈ ‚રૂપાણી ઉપસ્થિત રહેશે.
હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટની મુલાકાતે આવેલા વિજયભાઈ ‚પાણી શહેરમાં અલગ-અલગ ૧૨ ગણેશ મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી મહાઆરતી અને દર્શનનો લાભ લેશે. તેઓ સૌપ્રથમ ગાંધીગ્રામમાં જીવંતિકાનગર-૨માં તર્તફલીયા હનુમાનજી મંદિર આયોજીત ગણેશ મહોત્સવમાં હાજરી આપશે, ત્યારબાદ બજરંગવાડી વિસ્તારમાં બજરંગવાડી કા રાજા, ૧૬/૩ જંકશન પ્લોટમાં પૂર્વ મેયર જનકભાઈ કોટક આયોજીત ગણપતિ મહોત્સવ, પેડક રોડ પર રણછોડરાયનગરમાં મહારાષ્ટ્ર મંડળ આયોજીત ગણપતિ મહોત્સવ, ચંપકનગરમાં ચંપકનગર સાર્વજનિક ગણેશ મહોત્સવ સમીતી આયોજીત ગણેશોત્સવમાં, ત્રિકોણબાગ ખાતે શિવસેના આયોજીત ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવમાં, શાસ્ત્રી મેદાનમાં મધુરમ કલબ આયોજીત રાજકોટ કા રાજા ગણેશ મહોત્સવ, યાજ્ઞીક રોડ પર ડી.એચ.કોલેજમાં ભુદેવ સેવા સમીતી આયોજીત શ્રી રાજકોટકા મહારાજા ગણેશ મહોત્સવમાં, પંચવટી સોસાયટીમાં પંચવટી કા રાજા ગણેશ મહોત્સવમાં, એમ.જી.ચોકમાં નિલ દા ઢાબા સામે ચમત્કારીક હનુમાનજી ગણપતિ મહોત્સવમાં, જે.કે.ચોકમાં શિવશક્તિ કા રાજા ગણપતિ મહોત્સવમાં અને છેલ્લે રેસકોર્સમાં રાજકોટ શહેર ભાજપ આયોજીત સિદ્ધી વિનાયક ધામ ખાતે યોજાયેલા મંગલમૂર્તિ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી ઉપસ્થિત રહેશે અને તમામ ગણેશ પંડાલોમાં તેઓ મહાઆરતી અને દર્શનનો લાભ લેશે અને રાત્રે ફરી પાટનગર ગાંધીનગર જવા રવાના થશે.