શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય ચૂંટણી પંચને કોરોના વાયરસના સંજોગોને ધ્યાનમાં રાખીને આગામી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન(GMC)ની ચૂંટણી મોકૂફ રાખવા વિનંતી કરી છે.

કમિશન મતદાનના નિયમ મુજબ, GMCની ચૂંટણી તારીખો નજીક આવી છે. ચૂંટણી અંગેની જાહેરાત 27 માર્ચેએ બહાર પાડવામાં આવી હતી, જ્યારે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ હતી. 3 એપ્રિલ સુધીમાં નોમિનેશનની ચકાસણી કરવામાં આવી હતી. 18 એપ્રિલના રોજ GMCના 11 વોર્ડમાં 44 સીટો પર ચૂંટણી યોજાવાની છે, અને તેનું પરિણામ 20મી એપ્રિલએ બહાર પડશે. હાલ કોરોના સંક્ર્મણ વધતા ગુજરાતના મુખ્યમંત્રીએ ચૂંટણી પંચને પત્ર લખી ચૂંટણી મુલતવી રાખવા અંગે વિનંતી કરી છે.

મુખ્યમંત્રીએ પત્રમાં લખ્યું છે કે, ” ચૂંટણી યોજાશેતો હરેક પક્ષના રાજકીય નેતાઓ અને તેમના સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં એકઠા થશે તે સ્વાભાવિક છે. જો ચૂંટણી યોજવામાં આવે તો ગાંધીનગરના મોટા ભાગના સરકારી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થશે. આવા સંજોગોમાં Covid-19નું સંક્ર્મણ વધવાની સંભવના વધે અને વધુ લોકો આ વાયરસનો ભોગ બને. તેથી આ બધી માહિતી ધ્યાનમાં રાખી, લોકોના હિતમાટે ચૂંટણી પંચને વિનંતી કરું કે GMCની ચૂંટણી મુલતવી રાખે.”

નોંધનીય છે કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્ય ચૂંટણી પંચને GMCની ચૂંટણી મુલતવી રાખવાની અરજી પર વિરોધ નોંધાવીયો હતો. કોરોના સંક્ર્મણના કેસ પર એક નજર નાખીયે તો, ગુરુવારે 4,021 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 3,32,474 થઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.