અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આજથી કાઇટ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે ગુજરાતની આગવી ઓળખ સમાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. અમદાવાદ ઉપરાંત રાજ્યના વિવિધ સ્થળોએ પતંગ મહોત્સવ સપરિવાર આનંદ પ્રમોદનું માધ્યમ બન્યો.
અમદાવાદમાં આજે રવિવારે કાઈટ ફેસ્ટીવલનો પ્રારંભ થયો છે.જુદા જુદા 45 દેશના 150 જેવા પતંગબાજો અમદાવાદના સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર એકથી એક ચડિયાતા પતંગો લઇને પહોંચી ગયા હતા.આ પતંગ મહોત્સવ 14 ફેબ્રુઆરી સુધી ચાલશે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પતંગ મહોત્સવની શરૂઆત કરતા કહ્યું કે જાન્યુઆરી મહિનો ઉત્સવનો મહિનો હોય છે અને આ મહિને જ કાઈટ ફેસ્ટીવલ, વાઇબ્રન્ટ ગુજરાત,પતંગ મહોત્સવ, ફ્લાવર શૉ અને હવે શોપિંગ ફેસ્ટીવલ યોજાશે.પતંગની જેમ જ ગુજરાતનો વિકાસ પણ ઊંચે આકાશમાં ચડી રહ્યો છે.
કાઈટ ફેસ્ટિવલ શરૂ થતાં પહેલાં 200 વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ સૂર્ય નમસ્કાર કર્યા હતા.અમદાવાદ સિવાય વડોદરા,દ્વારકા અને કેવડીયા ખાતે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ પતંગ મહોત્સવનો પ્રારંભ થયો હતો