સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત કોઠારીયા ખાતે વીડિયો કોન્ફરન્સ યોજાઇ

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લામાં ચાલતા તળાવ, ચેકડેમ, ખેત તલાવડી ઉંડા કરવાની કામગીરી અંતિમ તબકકામાં ચાલી રહેલ છે. વઢવાણ તાલુકાના કોઠારીયા તળાવ ઉંડુ કરવાના ચાલતી કામગીરીના સ્થળે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ચોમાસુ શરુ થાય તે પહેલા તળાવ ઉંડા કરવાની કાર્યવાહી પૂર્ણ થઇ જાય તેવું આયોજન કરવા અને આગામી ચોમાસામાં વધારેમાં વધારે પાણીનો સંગ્રહ થાય અને પાણીના તળ ઉંચા આવે તે રીતે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ વિડીઓ કોન્ફરન્સ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી મનીષકુમાર બંસલ, અગ્રણી સર્વ જગદીશભાઇ મકવાણા, અનિરુઘ્ધસિંહ પઢીયાર, વિપીનભાઇ ટોલીયા, અમૃતભાઇ ડાભી, નટુભાઇ હડીયલ તાલુકા પંચાયત જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચ પદાધિકારી-અધિકારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.