સુરક્ષા ધ્યાનમાં રાખી પાંચ કલાક બજાર બંધ રાખવાના આદેશથી વેપારીઓમાં નારાજગી
ગુજરાતના હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જે મુખ્યમંત્રી ન હતા ત્યારે પણ વર્ષોથી કાળીચૌદશના પર્વે કાલભૈરવના પૂજન માટે પાલીતાણા આવતા હતા. તે હાલ મુખ્યમંત્રી છે ત્યારે પણ આ દિવસે ખાસ કાલભૈરવના પૂજન માટે પાલીતાણા આવે છે અને આ વર્ષે પણ તે પાલીતાણા આવી રહ્યા હોય અને તેમની વી.વીઆઈપી સુરક્ષાને લઈને બજારો પાંચ કલાક માટે બંધ કરાવી દેવામાં આવતી હોય ત્યારે મંદીનો માર સહન કરી રહેલા પાલીતાણાના વેપારીઓ દ્વારા આ સમયે બજાર માત્ર ૧ કલાક જ બંધ રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ગુજરાતના નાથ પાલીતાણામાં કાળીચૌદશના પર્વે પૂજન માં આવે તે ગૌરવની વાત છે. આ વાત છે હાલના ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની કે જે મુખ્યમંત્રી ના હતા ત્યારે પણ કાળીચૌદશ ના દિવસે ખાસ પૂજન માટે પાલીતાણા આવતા હતા અને મુખ્યમંત્રી બન્યા બાદ પણ તેમણે આ પરંપરા જાળવી રાખી છે. આ વર્ષે પણ તે પાલીતાણા આવી રહ્યા છે ત્યારે વેપારીઓમાં થોડી નારાજગી જોવા મળી રહી છે. જેનું કારણ છે કે મુખ્યમંત્રી જયારે પાલીતાણા આવી રહ્યા છે ત્યારે તેની વી.વીઆઈપી સુરક્ષાને લઈને બજારો પાંચ કલાક જેટલો સમય બંધ કરાવી દેવામાં આવે છે.
હાલના વર્ષની વાત કરીએ તો બજારમાં સાવ મંદી છે અને દિવાળીના પર્વે લોકો થોડી ઘણી ખરીદી કરતા હોય અને જેનાથી વેપારીઓની દિવાળી પણસુધરતી હોય ત્યારે દિવાળીના આગલા દિવસે એટલેકે કાળીચૌદશના દિવસે જો મુખ્યમંત્રીના આગમન ના કારણે બજારો પાંચ કલાક બંધ રાખવામાં આવે તો ગ્રાહકો થી લઇ અને વેપારીઓને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય શકે છે ત્યારે પાલીતાણા ના વેપારીઓ દ્વારા મુખ્યમંત્રીના આગમન સમયે માત્ર ૧ કલાક જબજાર બંધ રાખવા માં આવે તેવી માંગ કરી રહ્યા છે .
તેઓ મુખ્યમંત્રી નું આ તકે સ્વાગત કરી રહ્યા છે પરંતુ તેઓ વેપારીઓની વેદના સમજે તેવી પણ આશા કરી રહ્યા છે. કાળીચૌદશના દિવસે પૂજા માટે પાલીતાણા જયારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે તે એક સીએમ ને બદલે કોમન મેન તરીકે આવે તો પણ તેને કોઈ મુશ્કેલી નહિ પડે તેવું પાલીતાણા ના વેપારીઓ જણાવી રહ્યા છે.