લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્રના ગામડાી માંડી મોટા શહેરમાંથી અંદાજે ૧૦ લાખ લોકો ઉત્સાહભેર ઉમટી પડશે: સૌરાષ્ટ્રવાસીઓ માટે મેળો એ આખા વર્ષની મસ્તી માણી લેવાનો અવસર

રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ યોજાતો લોકમેળો. હૈયે-હૈયું દળાય તેટલો માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડે છે. એક અંદાજ મુજબ દર વર્ષે દસેક લાખ લોકો મેળામાં મહાલે છે. નાનાં બાળકોથી માંડીને શતાયુ નાગરિકો સુધીના દરેક રાજકોટવાસી માટે મેળો એ આખું વર્ષ રાહ જોવાનો પ્રસંગ છે. આ મેળો માત્ર કહેવા પૂરતો જ લોકમેળો છે, બાકી તો સમાજના તમામ સ્તરના લોકો અહીં આવે છે, અને મેળાની મજા લૂંટે છે. અહીંના લોકમેળામાં કોલેજીયનો તો મોજ કરે જ છે, પણ નાકનું ટીચકું ચડાવીને ફરતા આધુનિક વિચારસરણી ધરાવતા બુધ્ધિગમ્ય નાગરિકો પણ એટલા જ રસથી મેળાપાન કરતા હોય છે. જેમ શિયાળો એ આખા વર્ષની તાજગી ભરી લેવાની મોસમ છે, એમ પ્રત્યેક રાજકોટવાસી માટે મેળો એ આખા વર્ષની મસ્તી માણી લેવાનો અવસર છે.

રાજકોટનો જન્માષ્ટમીનો લોકમેળો જિલ્લા વહીવટી તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આયોજીત થાય છે. આ રંગીલા શહેર રાજકોટનાં જન્માષ્ટમીનાં લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્રનાં નાનકડા ગામડાથી માંડી મોટા શહેરનાલોકો જન્માષ્ટમી પર્વની દબદબાભેર ઉજવણી કરે છે. આ મેળામાં માત્ર ગુજરાતમાંથી જ નહિ, દેશનાં અનેક રાજયોમાંથી લોકો ધંધા-રોજગારી માટે આવે છે, જેમાં અલગ-અલગ રાઇડસ, જાદુનાં ખેલ, મોતનો કૂવો, રમકડાંઓ, ઇમીટેશન વસ્તુઓ, હેન્ડીકાફટની વસ્તુઓ, ખાણી-પીણીનાં સ્ટોલ વગેરે નાંખી ધીંગી વરસ દરમ્યાનની કમાણી પણ કરી લે છે. રાજકોટના મેળાનો ઇતિહાસ જોઇએ તો ૧૯૮૩ સુધી શહેરભરની વિવિધ સંસ્થાધઓ દ્વારા લોકમેળાનું શાસ્ત્રીછ મેદાનમાં ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવતું હતું. ૧૯૮૪માં રાજયસરકારના યુવક સેવા અને સાંસ્કૃ તિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી શાસ્ત્રી  મેદાન ખાતે જ લોકમેળો યોજવામાં આવ્યો. આ આયોજનનું ૧૯૮૫માં પણ પુનરાવર્તન કરાયું. ત્યાસર બાદ, ૧૯૮૬ થી સરકારી અધિકારીઓની બનેલ વિવિધ સમિતિઓ દ્વારા આયોજનબધ્ધ  રીતે લોકમેળો યોજાવાની શરૂઆત થઇ. વર્ષો-વર્ષ મેળામાં વધતી જતી મેદની માટે શાસ્ત્રી  મેદાનનો વિસ્તાસર નાનો પડવા લાગ્યોલ, આથી ઇ.સ. ૨૦૦૩ની સાલથી આ મેળો રેસકોર્સ મેદાનમાં યોજાવાની શરૂઆત થઇ અને મેળાનો સમયગાળો ત્રણ દિવસથી વધારીને પાંચ દિવસનો કરવામાં આવ્યો. લોકમેળાના આયોજનના  વિકેન્દ્રીયકરણની લીધે રાજકોટનો મેળો વહીવટી રીતે નમૂનેદાર બન્યો છે. લોકમેળાનું દર વર્ષે નામકરણ પણ કરવામાં આવે છે. ગત વર્ષનો મેળો ગોરસ લોકમેળો તરીકે ઓળખાયો હતો. જયારે આ વર્ષનો લોકમેળો મલ્હાર લોકમેળા તરીકે ઉજવાશે, જેનું મુખ્યેમંત્રી વિજયભાઇ રૂપાણી તા.૨૨ ના સાંજે ૬.૦૦ વાગ્યે ઉદઘાટન કરશે.

chief-minister-to-open-malhar-folklore-in-saurashtras-heartbeat
chief-minister-to-open-malhar-folklore-in-saurashtras-heartbeat

આ વર્ષે લોકમેળા અમલીકરણ સમિતિના વડપણ હેઠળ સોળ જેટલી પેટા સમિતિઓમાં મલ્હાર લોકમેળો-૨૦૧૯ના આયોજન, સંચાલન અને વહીવટની જવાબદારીઓ વિભાજીત કરી નાખવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાના અધ્યક્ષપણા હેઠળની લોકમેળા અમલીકરણ સમિતિના સુચારૂ વહીવટને લીધે લોકમેળો ખરેખર લોકભોગ્ય બનતો રહયો છે. રાજકોટના લોકમેળામાં સઘન સુરક્ષા વ્યવસ્થાવ માટે ચાંપતો પોલિસ બંદોબસ્ત  તો રાખવામાં આવે જ છે, એ ઉપરાંત, ખાનગી સિકયુરીટીના માણસો પણ તૈનાત કરવામાં આવે છે. મેળાની મુલાકાતે આવતા નાગરિકોની સવગડ માટે મેળામાં કુદરતી હાજત માટે મોબાઇલ યુરિનલ્સની વ્યવસ્થો તથા પીવા માટે મિનરલ વોટર વિના-મૂલ્યે પૂરૂં પાડવામાં આવે છે. દસ ફુટ ઉંચા કંટ્રોલ ટાવર્સ પણ મેળાના નિરીક્ષણ માટે ગોઠવવામાં આવે છે. કોઇ પણ પ્રકારની આપત્તિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાના બે ફાયર સ્ટે શન પણ મેળામાં કાર્યરત રાખવામાં આવ્યા છે. મેળામાં મહાલવા આવતી માનુનીઓની રક્ષા માટે મેળામાં બે વિશેષ મહિલા પોલિસ સ્ટેશન કાર્યરત કરાયા છે. આ વર્ષના મેળામાં વિવિધ શસ્ત્રોનું નિદર્શ્ન પણ ગોઠવવામાં આવ્યું છે.

મલ્હાર લોકમેળો-૨૦૧૯માં યાંત્રિક કેટેગરીના ૪૪ પ્લો ટસ, ખાણી-પીણી માટેના ૧૬ પ્લોવટસ, રમકડાં માટેના ૧૭૮ સ્ટોલ અને રમકડાં કોર્નર માટેના ૩૨ પ્લો્ટસ, આઇસ્ક્રીમ માટેના ૧૬ પ્લોટસ, બિન-નફાકારક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા ઓ માટે ૨૬ પ્લોટસ, અને હાથથી ચાલતી નાની ચકરડીઓ માટે ઓછી કિંમતના ૭૨ પ્લોટસ મળીને કૂલ ૩૮૪ પ્લોટસનું આયોજન કરવામાં આવ્યું  છે. આ પ્લોટસની ફાળવણી ડ્રો તેમજ જાહેર હરરાજીથી કરવામાં આવી છે. મેળામાં ચાર જુદા-જુદા સ્થળે એલ.ઇ.ડી.સ્ક્રીન દ્વારા મેળાનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે.  લોકમેળા અમલીકરણ સમિતિના હિસાબોનું પ્રતિ વર્ષ ઓડિટ કરાવવામાં આવે છે. અને આ સમિતિને થતી આવક શહેરના તથા જિલ્લાના યાત્રાધામોના વિકાસકાર્યો પાછળ ખર્ચવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.