રાજયના ૮ હજાર યુવાનોની તત્કાલ નિમણુંક કરાશે: આગામી પાંચ માસમાં ૨૦ હજાર યુવાનોને સરકારી નોકરી: રૂપાણી
રાજયમાં લાંબા સમયથી અટકી ગયેલી સરકારી નોકરીની ભરતી પ્રક્રિયાને વેગ આપવા અને રાજયમાં ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગયેલાઓને તાત્કાલીક નિમણુંકનાઆદેશો રાજય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે.
રાજયના યુવાનોને વ્યાપક પણે સરકારી સેવામાં નોકરીની તક મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા યુવા રોજગારલક્ષી અગત્યના નિર્ણયો લેવાઈ રહ્યા છે.
મુખ્યમંત્રીને જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ, સામાન્ય વહીવટ વિભાગ, શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગેના મહત્વપૂર્ણ આદેશો આપ્યા હતા.
જે મુજબ રાજયમાં સરકારી નોકરી ભરતી માટે પ્રક્રિયાઓ પૂરીથઈ ગઈ છે. તેવી તમામ જગ્યાઓ સહિત ૮ હજાર જગ્યાઓ માટેના નિમણુંક પત્રો તાત્કાલીક આપવા મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશો આપ્યા છે.
ભરતી માટેની જાહેરાત થઈ ગઈ છે. પરંતુ પરીક્ષા પ્રક્રિયા બાકી છે. તેવી જગ્યાઓ માટે કોવિડ ૧૯ની સ્થિતિ સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુકે આગામી પાંચ માસમાં રાજયનાં ૨૦ હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીની વ્યાપક તક મળશે જેમા જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં ૧૦ હજાર યુવાનોને સરકારી નોકરી અપાશે. રાજય સરકારના વિવિધ વિભાગોનાં છેલ્લા ચાર વર્ષમાં સવા લાખ યુવાનોને નોકરીની તકો મળી છે. શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળને ભરતીનાં તાત્કાલીક નિમણુંક પત્રો આપવા આદેશ કરવામાં આવ્યા છે. દરમિયાન શિક્ષીત બેરોજગાર સમિતિએ સરકારના નિર્ણયને એક તરફી ગણાવી દિનેશભાઈ બાંભણીયાએ જણાવ્યું હતુક સરકારે અમારી સાથે ચર્ચા વિચારણા કર્યા વિના જ બંધ બારણે નિર્ણયલીધા છે. સરકારે શિક્ષીત બેરોજગાર સમિતિના યુવાનોની અટકાયત કરી છે. તે તમામને મુકત કરવા જોઈએ.
સરકારી સુત્રોના જણાવ્યા મુજબ મૌખીક ભરતીનાં તબકકે પહોચેલી કાર્યવાહીમાં સોશિયલ ડિસ્ટન્સના આધારે ઈન્ટરવ્યુ લેવાશે. કોંગ્રેસ સરકારનાં આ નિર્ણયને આવકાર્યો હતો. સરકારના તા.૧૮.૨૦૧૮ના પરિપત્રને લઈને સરકારી નોકરીયોમાં ભરતી પ્રક્રિયા અટકી ગઈ હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનો સાથે બેઠક યોજી હતી તેમાં આ આદેશો આપવામાં આવ્યા હતા.