મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાંજે ગીર સોમનાથના પ્રવાસે પધારવાના છે. તેઓના હસ્તે ચાર જેટલા  વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂર્હુત કરવામાં આવશે. જેમાં વેરાવળ-પાટણ સંયુક્ત પાલિકા વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેઈન અને ફૂટપાથના કામનું ખાતમુહૂર્ત તથા પાણી પુરવઠા યોજનાના 53 MLD  કેપેસીટીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને નાયબ પોલીસ અધિક્ષકની નવનિર્મિત કચેરીનું લોકાર્પણનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે શનિવારે ગીર સોમનાથની મુલાકાત લેવાના છે. તેઓ દ્વારા સાંજે  5.45 કલાકે વેરાવળ તાલુકાના સેમરવાવ ગામે પાણી પુરવઠા યોજનાના 53 MLD  કેપેસીટીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમજ વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિકક્ષની નવીન કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. આ  ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે વેરાવળ- પાટણ સંયુક્ત નગરપાલિકાના જુદા જુદા  વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેઇન તથા ફૂટપાથનું ખાતમૂર્હુત પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી રૂપાણી તા.27 જૂન રવિવારના રોજ સવારે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના કરશે.  ઉલ્લેખનીય છે કે અગાઉ તાઉતે વાવાઝોડાર સર્જેલા વિનાશનું હવાઇ નિરીક્ષણ વડાપ્રધાને કર્યું હતું. ત્યારે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેઓની સાથે જોડાયા હતા. ત્યારબાદ બીજા દિવસે પણ મુખ્યમંત્રી ખાસ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. તેઓએ અહીં નુકસાનીનો ભોગ બનેલા લોકોની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ હવે ફરી મુખ્યમંત્રી આજે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. રવિવારના રોજ તેઓ સોમનાથ દાદાના દર્શનનો લાભ પણ લેવાના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.