મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ સાથે આજે વિજયા દશમીએ કેવડિયા સરદાર સરોવર બંધ સ્થળે નિર્માણ પામેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબ ની વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમાના લોકાર્પણ ની પૂર્વ તૈયારીઓ અને અન્ય પ્રવાસન સુવિધાઓ ની થઈ રહેલી કામગીરી નિહાળી હતી.
સરદાર સાહેબની પ્રતિમા…
આ પરિસર માં દેશના રાજ્યો ના ગામોની માટીથી તૈયાર થનારા લેન્ડ સ્કેપ વોલ ઓફ યુનિટી તેમજ 17 કી.મી લાંબી અને 230 હેક્ટર માં ઉભી થનારી વેલી ઓફ ફ્લાવર નું જાત નિરીક્ષણ કરીને પ્રધાનમંત્રી ના કાર્યક્રમ સન્દર્ભ માં વિગતો મેળવી હતી.
વિજય ભાઈ રૂપાણીએ ટેન્ટ સીટી…
એકભારત શ્રેષ્ઠ ભારત ભવન સાઈટ ફોડ કોર્ટ વગેરે સ્થળ ની પણ મુલાકાત લઇ ને તલસ્પર્શી વિગતો અધિકારીઓ પાસેથી જાણી હતી.
આ સમગ્ર મુલાકાત દરમ્યાન મુખ્ય સચિવ ડો.જે એન સિંહ મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાશ નાથન તેમજ પ્રતિમા નિર્માણ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.