સમગ્ર ગુજરાતમાં ભાજપાના લાખો કાર્યકરો તા સર્મકો દ્વારા અનેરા ઉત્સાહ સો ભાજપાના ૩૮મા સપ્ના દિનની ઉજવણી
સમગ્ર ગુજરાતમાં ભાજપાના લાખો કાર્યક્રરો તથા સર્મકોએ આજરોજ અનેરા ઉત્સાહ સાથે ભાજપાના ૩૮મા સ્થાપના દિનની ઉજવણી કરી હતી. ગુજરાતના તમામ બુથો પર ભાજપા બુથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ભાજપા બુથ યાત્રાના માધ્યમી કાર્યકરો દ્વારા ભાજપાની વિચારધારા, વિકાસયાત્રા તેમજ ભાજપાના ઇતિહાસના વર્ણન સોની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
ગોધરા ખાતે પંચમહાલ જીલ્લાના ભાજપા કાર્યાલયનું ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ તેમજ ભાજપા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે કાર્યકર સંમેલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, રાજ્ય સરકારના મંત્રીઓ પ્રદિપસિંહ જાડેજા તથા જયદ્રસિંહ પરમાર તેમજ અન્ય આગેવાનો ઉપસ્તિ રહ્યા હતા. ત્યાં તેમણે ભાજપા જીલ્લા કાર્યાલયનું ખાતમુર્હુત કરી કાર્યકરોને સંબોધ્યા હતા.
જીતુભાઇ વાઘાણીએ તેમના સંબોધનમાં સૌ કાર્યકર્તાઓને ભાજપા સ્થાપના દિન નિમિત્તે અભિનંદન આપતાં જણાવ્યુ હતુ કે, ૧૯૮૦માં ભાજપાની સ્થાપના થઈ ત્યારી લઇને આજ સુધી ભાજપાની સફળયાત્રા લાખો કાર્યકર્તાઓના બલિદાન અને આગ પરિશ્રમને આભારી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કાર્યકરોને સંબોધતા જણાવ્યુ હતુ કે, ભાજપાની વિચારધારા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની છે. ભાજપાના કાર્યકર્તા હંમેશા વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશના મંત્ર સાથે કાર્યરત હોય છે. દેશના ગરીબો અને વંચિતોના સેવાભાવ કાર્યો માટે ભાજપા સરકાર પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ સત્તા માટે જ્ઞાતિવાદ-જાતિવાદનું ઝેર સમાજમાં ફેલાવી ભાગલા પાડવાની રાજનીતિ કરી રહી છે. જ્યારે ભાજપા સમગ્ર દેશમાં “જસ્ટીસ ફોર ઓલ, અપિસમેન્ટ ફોર નનના મંત્ર સો દેશમાંથી ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર દુર થાય તે માટે સૌનો સા સૌનો વિકાસના મંત્ર સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દુરંદેશી આયોજન સાથે આગળ વધી રહી છે. કોંગ્રેસે નર્મદા યોજનામાં અનેક અવરોધો ઉભા કર્યા જેના કારણે રૂપિયા ૭૦૦૦ કરોડના ખર્ચે પૂર્ણ નાર નર્મદા કરોડનો ખર્ચ ૫૫,૦૦૦ કરોડના ખર્ચે પહોચ્યો છે.
ગાંધવી
કલ્યાણપુર તાલુકા અને રાવલ શહેર ભાજપ દ્વારા હરસિદ્ધિ માતાજીના સાન્નિધ્યમાં ગાંધવી મુકામે ભવ્ય ઉજવણી કરવામાં આવી. અને કલ્યાણપુર તાલુકામાં નવા વરાયેલા સરપંચો અને ઉપસરપંચશ્રીઓનો સન્માન સમારંભ યોજાયો. આ ઉજવણીમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી જેન્તીભાઈ ભાનુશાળી જીલ્લા પંચાયત તા તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના જીલ્લા તેમજ તાલુકાના હોદેદારો , મોરચાના પ્રમુખશ્રીઓ, શક્તિકેન્દ્રના પ્રમુખશ્રીઓ તથા સમગ્ર વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્તિ રહેલ હતા. આ કાર્યક્રમની આભાર વિધિ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ.
રાજુલા
ભાજપ સપના દિન નિમીતે વાલ્મીકી સમાજના રામજી મંદિરના પટાગણમાં વાલ્મીકી સમાજ સો રહીને રાજુલા ભાજપ પરિવારે ઉજવી સપના દિનની ઉજવણી તેમાં હાજરી આપતા જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, રાજુલા શહેર ભાજપ મહામંત્રી મહેશગીરી ગોસ્વામી, બાબુભાઈ વાણીયા, બેંક ઉપ પ્રમુખ દિલીપભાઈ જોષી, યુવા પ્રમુખ હર્ષ વસોયા, હિંમતભાઈ જીંજાળા, અશોકભાઈ ધાખડા, અજયભાઈ ધાખડા, રવીભાઈ બલદાણીયા, ડો.હિતેષભાઈ હડીયા, નાગજીભાઈ જીંજાલા, પરેશભાઈ લાડુમોર, રાજુભાઈ લાડવા, અમીતભાઈ બાબરીયા ઉપસ્તિ રહયાં હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,