જડ્ડીબુટ્ટી સપ્તાહ નિમિત્તે ઔષધીય રોપાનું વિનામુલ્યે વિતરણ: રોગોના નિદાન-સારવાર માટે પતંજલી આયુર્વેદિક ચિકિત્સાલયનું કરાયું લોકાર્પણ
યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક ખાતે આજરોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના વરદ્ હસ્તે પતંજલી મેગામોલ ખુલ્લો મુકાયો છે. આ તકે ઔષધીય રોપાનું વિનામુલ્યે વિતરણ થયુંં હતું. ૨૧ ફૂટ લાંબી તિરંગા દોરીથી મુખ્યમંત્રી ‚પાણીનું પતંજલી યોગપીઠની મહિલા સદસ્યો દ્વારા સ્વાગત કરાયું હતું.આ તકે ૨૦૦થી વધુ યોગ શિક્ષકોનું સન્માન પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. રાજયના શહેરો અને ગામડાઓમાં આરોગ્યની સેવા પહોંચાડવાના આશ્રયથી છેડાયેલા મહાઅભિયાન હેઠળ રાજકોટમાં આ નિ:શુલ્ક આયુર્વેદિક ચિકિત્સાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પંચાયતનગર ચોક નજીક યુનિવર્સિટી રોડ પર નિલમ કોમ્પલેક્ષ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ કલીનીકનું લોકાર્પણ કર્યું હતું.વર્તમાન યુગના ધનવંતરી આચાર્ય બાલકૃષ્ણજી મહારાજના જન્મદિનના અનુસંધાને ઉજવાતા જડીબુટી સપ્તાહનો પ્રારંભ પર્યાવરણ સુરક્ષા અને શુદ્ધ વર્ષા જલ માટે વૈદિક હવન દ્વારા થયો હતો. આ તકે પૂ.સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી (સંયોજક હિન્દુ ધર્મ આચાર્ય સભા મુંજકા) ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર દર્શીતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સ્ટે.ના પૂર્વ ચેરમેન નીતિન ભારદ્વાજ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણી તેમજ પતંજલી યોગ પીઠના ગુજરાતના પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ અને મહિલા અગ્રણી કિરણબેન માકડીયા પણ આ તકે ખાસ હાજર રહ્યાં હતા.