હળવદના ચરાડવામાં ભવ્યાતિભવ્ય દેવી ભાગવત સપ્તાહ અને દશમહાવિદ્યા યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા: હજારો ભાવિકો ઉમટયા: દશમહાવિદ્યા યજ્ઞમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી હાજરી
હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલા મહાકાળી માતાના સાનિધ્યમાં દેવી ભાગવત સપ્તાહ અને દશમહાવિદ્યા યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભાગવત સપ્તાહ અને દશમહાવિદ્યાનો લાભ લેવા હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ભાગ લીધો હતો. અને પોતાને ધન્ય અનુભવ્યા હતા. ખૂબજ સૂચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી કોઈ પણ લોકોને સહેજ પણ હાલાકી ભોગવી પડી નહતી. ચરાડવા મુકામે આવેલા મહાકાળી માતાજાના મંદિરનાં મહંત સંત શ્રી દયાનંદગીરી બાપૂએ જેઓ ૧૨૬ વર્ષનાં છે. તેમની અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
ચરાડવાનાં મહાકાળી માતાનાં મંદિરની વાત કરીએ તો પક્ષીઓનાં કલરવથી મન પ્રફુલ્લીત થઈ જાય છે. ગાયો માટેની ગૌશાળલા પણ એક વિશે સ્થાન ધરાવે છે. આ જગ્યા પર ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ નવા વર્ષમાં બાપૂનાં આર્શિવાદ લેવા આવી પહોચ્યા હતા. તેઓએ સભાસ્થળમાં ઉપસ્થિત જંગી જનમેદનીને સંબોધતા જણાવ્યું હતુ કે, નવા વર્ષની શરૂઆત સંત દયાનંદગીરી બાપુનાં આર્શીવાદથી રાજયનાં વિકાસનાં કાર્યો શરૂ કરીશુ.
વધુમાં તેઓએ સ્પષ્ટ પણે જણાવ્યું હતુ કે ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ખૂબજ નકકર પગલા લેવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુંં હતુ કે, નવા વર્ષની શરૂઆત સંત અને ધાર્મિક કાર્યક્રમો વચ્ચે સંપન્ન થયા છે. સંતોના આર્શિવાદ આવનારા દિવસોમાં સારા કામ કરવા માટેનીશકિત અને પ્રેરણા આપે છે. એટલે ખૂબજ આનંદ થયો છે. અને મારી જાતને ખૂબજ ભાગ્યશાળી સમજૂ છું.
આ પ્રસંગે અમરગીરી બાપુ (નાનાબાપુ)એ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે, નવા વર્ષમાં આપ સૌનું સ્વાગત છે. નવા વર્ષમાં દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે આ વર્ષે ખૂબજ સારું,સુખ શાંતી વાળુ નીવડશે તેવી માતાને પ્રાર્થના પણ કરૂ છું આ દેશમાં સુખ-શાંતી જળવાય તે માટે માતાજીને કોટી કોટી પ્રાર્થના કરૂ છું અને માતાજી તમામ જીવોને આર્શીવાદ આપે તેવી પ્રાર્થના પણ કરૂ છું.
‘અબતક’ને આશિર્વચન પાઠવતા પૂ. હરીચરણદાસ બાપુ
પૂજય હરીચરણદાસ બાપૂએ ‘અબતક’ મીડીયાને આર્શીવચન પાઠવતા જણાવ્યું હતુ કે, નવુ વર્ષ લોકો માટે સુખાકારી રૂપ સાબીત થાય તેવી પ્રભુ રામના ચરણમાં પ્રાર્થના કરૂ છૂં. આ પ્રસંગે બાપૂએ નૂતનવર્ષનું મહત્વ સમજાવતા જણાવ્યું હતુ કે, નવા વર્ષમાં નવુ કાર્ય, નવી યોજના તથા નવો વ્યાપાર કે ધંધો શરૂ કરવામાં આવતો હોય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે લોકો વચ્ચે પ્રેમ રહે, લોકો એક બીજાની શાળ-સંભાળ લ્યે અને જરૂરીયાત મંદ લોકોની સેવા કરે, નવા આયામો સર કરે તેવી પ્રભૂના ચરણોમાં પ્રાર્થના કરૂ છે. આ પ્રસંગે તેઓએ શ્ર્લોકનું પઠન કરી. ‘અબતક’ને શુભેચ્છા પાઠવી હતી.