પ્રધાનમંત્રી મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’નું સ્વપન સાકર  થશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગઈકાલે ફેસબુક પર ‘બુસ્ટયોર બિઝનેસ’ પ્રોગ્રામ’નું ગાંધીનગરના એન્ટરપ્રિનરશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયા (ઈડીઆઈઆઈ) ખાતે લોન્ચ કરી નાના, મધ્યમ અને મોટા ધંધાર્થીઓને તેમના ધંધાને ફેલાવવા, પ્રોડકટનો પ્રચાર કરવા માટે સોસિયલ મીડિયાની આ એપ્લીકેશનનો ઉપયોગ કરવા જણાવ્યું હતુ.

રૂપાણીએ જણાવ્યું હતુ કે આ પ્રોગ્રામની મદદથી એકલાખ એન્યરપ્રિનર્સ તેના ધંધાને વેગ આપી શકશે અને જેના દ્વારા પ્રધાનમંત્રી મોદીના ‘મેક ઈન ઈન્ડીયા’ અને ‘ન્યુ ઈન્ડિયા’નું સ્વપ્ન સાકાર થશે અને ભારતનાં અર્થતંત્ર પર સારી અસર પડશે.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે ગુજરાતનો દરેક વિભાગ તેના ખાસ પ્રકારનાં ધંધા માટે પ્રખ્યાત છે. અને જેના દ્વારા પારંપરીક રીતે થતા ધંધાનો પણ વધારે વિકાસ આપણે ઈચ્છી રહ્યા છીએ માટે આ એપ્લીકેનનો ઉપયોગ કરવા રૂપાણીએ ભલામણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.