ગોવાના મુખ્યપ્રધાન મનોહર પારિકરને ડ્રીહાઈડ્રેશન થતા જીએમસી હોસ્પિટલમાં દાખલ
પેનફિયાટીકની સારવાર બાદ હજુ ૨૨ તારીખે જ સીએમ પારિકરને મુંબઈની લીલાવતી હોસ્પિટમાંથી ડીસ્ચાર્જ કરાયા હતા
ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરની તબીયત ફરી લથડી છે. રવિવારે સાંજે બેચેની અને ડ્રીહાઈડ્રેશનની ફરિયાદ બાદ સીએમ પારિકરને ગોવા મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં એડમીટ કરાયા હતા. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી મનોહર પારિકરને વ્હીલચેર પર હોસ્પિટલ ખસેડાયા હતા. લોહીનું દબાણ અને ડીહાઈડ્રેનથી સીએમ પારિકર પીડાય રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પેનક્રિયણીકની સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સીએમ મનોહર પારિકરને એક અઠવાડીયા માટે દાખલ કરાયા હતા હજુ ૨૨ ફેબ્રુઆરીએ જ તેમને ડીસ્ચાર્જ કરાયા હતા અને ત્યારબાદ તેઓએ ૨૨ ફેબ્રુઆરીએ જ ગોવા વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતુ.
પરંતુ ફરી પાછી તબીયત લથડતા તેમને હાલ ગોવા મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ જીએમસીએજમાં એડમીટ કરાયા છે. મુખ્યમંત્રી મનોહર પારિકરની તબીયત વિશે પૂછતા ગોવાના સ્વાસ્થ્યમંત્રી વિશ્ર્વજીત રાણેએ કહ્યું કે, સીએમ પારિકરને ડિહાઈડ્રેશન છે. પરંતુ જીએમસીએચમાં સારવાર દરમિયાન તેઓની તબીયતમાં ઘણો સુધારો થયો છે. સીએમ મનોહર પારિકરના સારા સ્વાસ્થ્ય માટે ખાસ પ્રાર્થના કરાઈ છે.