મચ્છુનગર પીપીપી આવાસ યોજના અને ફાયર બ્રિગેડ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ખરીદાયેલા ૧૭ વાહનોની સેવાનું લોકાર્પણ: પ્રધાનમંત્રી આવાસ યોજના, ચંદ્રેશનગર ઝોનમાં વોટર મીટર સપ્લાય નેટવર્ક અને જિલ્લા ગાર્ડન આધારિત ડીઆઈ પાઈપ લાઈનનું ખાતમુહૂર્ત
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી ૧૫મી એપ્રિલના રોજ માદરે વતન રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે.
તેઓના હસ્તે રાજકોટ મહાપાલિકાની આવાસ યોજના સહિતના રૂ.૭૧ કરોડના પાંચ પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમ આજે પત્રકારોને માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રક્ષ વિજયભાઈ રૂપાણીના હસ્તે આગામી ૧૫મી એપ્રીલના રોજ પીપીપી આવાસ યોજના હેઠળ મચ્છુનગર ખાતે નિર્માણ પામેલા ૩૦૦ આવાસ, ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ હેઠળ રૂ.૧૩૪.૯૮ લાખના ખર્ચે ત્રણ મીની વોટર ટેન્કર થતા ચાર નંગ ફાયર વોટર ટેન્કર, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ માટે રૂ.૧૪૦.૨૬ લાખના ખર્ચે છ નંગ ફ્રન્ટ એન્ડ લોડર વી બેકો મશીન, ડ્રેનેજ શાખા માટે રૂ.૨૦૩.૭૮ લાખના ખર્ચે ચાર નંગ જેટીંગ મશીનનું લોકાર્પણ, પ્રધાનમંત્રી આવાસ યોજના સ્માર્ટ ઘર હેઠળ વોર્ડ નં.૧૩માં મવડી ટીપી સ્કીમ નં.૨૮ના ફાઈનલ પ્લોટ નં.૪૯-સી પર ઈડબલ્યુએસ પ્રકારના ૬૧૬ આવાસ, ચંદ્રેશનગર ઝોન આધારિત વિસ્તારમાં ૫.૯૪ કરોડના ખર્ચે વોટર મીટર નેટવર્કની કામગીરી અને વોર્ડ નં.૭ તા ૧૪માં જિલ્લા ગાર્ડન ઝોન આધારીત જુદા જુદા વિસ્તારમાં રૂ.૨૬.૪૨ કરોડના ખર્ચે ડીઆઈ પાઈપ લાઈન નેટવર્કના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,