ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સતલાસણા સંચાલિત મોટા કોઠાસણા નિવાસી શ્રીમતી રેખાબહેન કરશનભાઇ પ્રજાપતિ વિધાસંકુલનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીએ યુવાનોને મુલ્યવર્ધીત શિક્ષણની દિશામાં આહવાન કર્યું હતું

​મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગમે તેવા પડકારો ઝીલીને ગુજરાતના વિકાસમાં આવનારી પેઢીને ક્ષમતાથી જોડવાનું દિશાદર્શન શિક્ષણ જ આપી શકે છે જેમાં સરકાર જ નહી સમાજના પ્રત્યેક નાગરિક જોડાઇ સામાજિક જવાબદારી નિભાવે તેમ જણાવ્યું હતું

​મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, સમર્થ ગુજરાતના નિર્માણ માટે ભાવિ પેઢીના સામર્થ્યની જરૂરિયાત છે અને આ સામર્થ્ય ઘડતરનું કામ શિક્ષકો જ કરી શકશે. રાજ્ય સરકાર વર્ષે રૂ. ૨૭ હજાર કરોડનું બજેટ માત્ર શિક્ષણ પાછળ ખર્ચે છે..બાળકની બુધ્ધિ-તેજસ્વીતાને ઘડવાની જવાબદારી શિક્ષક-શિક્ષણ વિભાગની છે અને એટલે જ રાજ્ય સરકારે બાળકોની તેજસ્વીતાને યોગ્ય દિશા મળે તે માટે અ ટેકનોલોજીનો સહારો લઇ ૦૩ લાખ ટેબલેટઅને કોમ્પ્યુટર દ્વારા ડિજીટલ લર્નીંગ સિસ્ટમ શરૂ કરી છે, જે અંતર્ગત રાજ્યભરમાં ૪૦૦૦ જેટલા વર્ચ્યુઅલ કલાસ દ્વારા બાળકોને શિક્ષણ અપાઇ રહ્યું છે.

290156F3 B9A0 44DB BAFA C7F744FE4D0A​મુખ્યમંત્રીએ સંસ્થાના શિક્ષકોને પ્રેરક સૂચન જણાવ્યું હતું કે, શિક્ષકનું માર્ગદર્શન શિક્ષણ કાર્ય માટે પ્રેરબ બળ બનશે તેમણે નૂતન ભારતના નિર્માણમાં ડીજીટલ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ, ઇનોવેશન જેવા અભિયાનોની નોંધ લઇ આધુનિક યુગમાં શિક્ષણ સજ્જતાની હિમાયત કરી હતી તેમણે શિક્ષણને ઇશ્વરીય કાર્ય ગણાવી શાળા જ માનવીનું સાચુ ઘડતર કરે છે તેમ પણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જનજીવન માટે પઢાઇ-કમાઇ અને દવાઇની ચિંતા કરી છે.રાજ્યના યુવાનોને મુલ્યવર્ધીત શિક્ષણ મળે તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે.શિક્ષા સાથે દિક્ષા મેળવી રાજ્યના યુવાનો રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે માટે ખાસ અપીલ કરી હતી.

મુખ્યમંત્રીએ ઉપસ્થિત જનમેદનીને જળઅભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સતલાસણાનું ભીમપુર વરસંગ તળાવ પણ ધરોઇના પાણીથી ભરનાર છે. તેમણે રીચાર્જ,રીડ્યુસ અને રીફોર્મ થકી જળસંસય માટે જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.