શહેરની સામાજીક-ધાર્મિક સંસ્થાઓ કરશે મુખ્યમંત્રીનું અભિવાદન: પોલીસ સ્ટાફ કવાર્ટર, સિવિલના નવા બિલ્ડીંગ, સમુહલગ્ન સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે

રાજયના મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ ‚પાણી આવતીકાલથી બે દિવસ રાજકોટ આવનાર છે. ત્યારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અનેકવિદ વિકાસ કામોના લોકાર્પણ તેમજ ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો યોજાશે.

આવતીકાલે સાંજે ૬:૩૦ થી ૭:૪૫ કલાક દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે આવેલા અમૃત પાર્ટી પ્લોટમાં બુથ કાર્યકરો સાથે બેઠક કરશે ત્યારબાદ ૮:૦૦ કલાકે મવડી કણકોટ રોડ ઉપર આવેલા ઈસ્કોન એમ્બીટો સાઈટ ખાતે વિજયભાઈ ‚પાણીનો અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો છે. જેમાં શહેરની જાણીતી ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ મુખ્યમંત્રીનું અભિવાદન કરશે. તા.૭ને રવિવારે સવારે ૯:૦૦ થી ૯:૪૫ કલાક દરમિયાન પોલીસ હેડ કવાર્ટસ ખાતે આવેલા સ્ટાફ કવાર્ટરનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ ૧૦:૦૦ થી ૧૧:૩૦ કલાક દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે નવા હોસ્પિટલ બિલ્ડીંગનું લોકાર્પણ કરાશે. બપોરે ૧૨:૦૦ થી ૧૨:૩૦ કલાક દરમિયાન રોડ ઉપર ભરવાડ સમાજના સમુહલગ્નમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે પછી ૬:૧૫ થી ૬:૪૫ કલાક દરમિયાન પરાબજારમાં નાગરીક બેંક નજીક આવેલા બ્લેક ગોલ્ડ ટી દ્વારા કેશલેશ, પેપરલેસ, ડીજીટલ કાર્ડનો મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે પ્રારંભ કરાવાશે. સાંજે ૭:૦૦ થી ૭:૧૫ દરમિયાન કરણપરા ચોક ખાતે સર્વજ્ઞાતિ સમુહલગ્નમાં ઉપસ્થિત રહી નવદંપતિઓને આર્શીવાદ આપશે. ત્યારબાદ ૭:૩૦ થી ૮:૩૦ દરમિયાન કેનાલ રોડ ઉપર આવેલા સમસ્ત ગીરનારા સોની સમાજ યુવા સંમેલન તથા ચીમનભાઈ લોઢીયા સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ ૮:૫૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી રૈયા રોડ ઉપર આવેલા મેલડી માતાજીના મંદિરે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની ઘી તુલા કરવામાં આવશે. આવતીકાલથી બે દિવસ સુધી મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી રાજકોટમાં હોય અનેકવિદ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.