નવનિર્મિત જી.આઈ.ડી.સી. અને પીજીસીએલ સબ ડિવિઝન ઓફીસનું પણ ઉદ્ધાટન

ફેબ્રુઆરીને મંગળવારે કાલાવડમાં જામનગર રોડ પર આકાર લઈ રહેલ નવા અધતન માર્કેટીહગ યાર્ડના ભુમી પુજન પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થવાનું છે. તેમજ સાથે સાથે કાલાવાડનાં નવ નિર્મીત જી.આઈ.ડી.સી.નું લોકાર્પણનો પણ સમારોહ સાથે યોજવામાં આવ્યો છે. આ ઉપરાંત પીજીવીસીએલ ના સબ ડીવીઝનની ઓફીસના લોકાર્પણ તેમજ આ ઉપરાંત અનેક લોકઉયયોગી કામો થવા જઈ રહ્યા છે.

તો આ કાયક્રમો માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે કાલાવાડના પનોતા પુત્ર અને ગુજરાતના કૃષી મંત્રી આર.સી.ફળદુ તેમજ જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી સૌરભભાઈ પટેલ તથા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા તથા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા જામનગરના સાંસદ પુનમબેન માડમ ઉપસ્થિત રહેશે. તેના માટેની તૈયારીઓ સહકાર લેવલે તેમજ માર્કેટીંગ યાર્ડની ટીમ દ્વારા થઈ રહી છે.

માર્કેટીંગ યાર્ડના સુકાનીઓ યુવરાજસિંહ જાડેજા તેમજ લેઉવા પટેલ સમાજના આગેવાન અને યાર્ડના ડાયરેકટર જનમભાઈ તારપરા, કાલાવડ નગર પાલીકાના ર્પુવ પ્રમુખ અને ડાયરેકટર મનોજભાઈ જાની, વાઈસ ચેરમેન કાંતીભાઈ ગઢીયા, રૂધ્ધતસિહ જાડેજા, રમેશભાઈ તાળા, નરેશભાઈ સિંગલ વિગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ઉપરાંત કાલાવડ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રદેશ કારોબારી સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા (ડાયરેકટર એમ.એમ.ટી.સી), પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કાલાવડ શહેર પ્રમુખશ્રી કશ્યપભાઈ વૈષ્ણવ, અભીષેકભાઈ પટવા, નગરપાલીકા પ્રમુખ મુકતાબેન ફળદુ, નગરપાલીકા ઉપપ્રમુખ મુકેશભાઈ મહેતા, પુર્વ ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા, પુર્વ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા તથા વલ્લભભાઈ વાગડીયા તથા તાલુકા ભાજપ પ્રમુખ ગાંડુભાઈ ડાંગરીયા, રાજુભાઈ મારવીયા, સતુભા જાડેજા, પી.ડી.જાડેજા, ઈન્દુભા જાડેજા, જયેશભા, વાઘાણી તથા સમગ્ર ભાજપ ટીમ ઉત્સાહપુર્વક કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.