ભારતની સૌથી મોટી ઘોઘા-દહેજ વચ્ચેની રો-રો પેસેન્જર ફેરી સર્વિસ આજથી આરંભ થઈ ગયો છે. ફેરી સર્વિસનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રીના વિજય રૂપાણીએ વાહનોને લીલીઝંડી આપી વિધિવત પ્રારંભ કરાયો છે. આ સાથે જ 360 કિ.મી.ને બદલે ઘોઘા-દહેજ વચ્ચેનું અંતર ઘટીને માત્રને માત્ર 31 કિ.મી. થઇ જશે.
લોકાર્પણ સમારોહ ઘોઘા ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,મંત્રી પુરૂષોત્તમભાઇ સોલંકી, મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભાવનગરના મેયર મનહરભાઇ મોરીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે.તા.27ના રોજ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયા બાદ તા.28થી નિયમીત રીતે ફેરી સર્વિસનો આરંભ કરવામાં આવશે. ટિકિટનું ઓનલાઇન બૂકિંગ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે. દિવાળીના તહેવારોમાં મુસાફરોના પ્રવાહને ધ્યાનમાં રાખી અને પેસેન્જર બોટ ઇન્ડીગો-1 પણ ઘોઘા-દહેજ વચ્ચે ચલાવવાની ઘોષણા કરવામાં આવી છે.