રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી તેમના બાળપણના મિત્ર અઠ્ઠાઈ તપસ્વી મુકેશભાઈ મહેતાનાં નિવાસ સ્થાનેક પહોચ્યા હતા અને તેમના પારણા કરાવ્યા હતા.આ પ્રસંગે મુકેશભાઈ મહેતાએ વિજયભાઈ ‚પાણીના વખાણ કરતા જણાવ્યું હતુ કે, વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાતને ઉચ્ચ શિખર ઉપર પહોચાડયું છે. અને નરેન્દ્ર મોદી બાદ તેમના સ્થાનના જે પ્રબળ દાવેદાર હોઈ તોતે વિજયભાઈ ‚પાણી છે.પોતાના સ્મરણોને વાગોળતા મુકેશભાઈએ કહ્યું હતુ કે, વિજયભાઈએ તેમના જીવનને બદલી નાખ્યું છે. જેનો શ્રેય વિજયભાઈના શિરે જાય છે. અંતમાં તેઓએ કહ્યું હતુ કે જો મિત્રતાની મિશાલ દેવી હોઈ, તો વિજય ‚પાણી મોખરે આવે.
અઠ્ઠાઈ તપના તપસ્વી મુકેશ મહેતાને પારણા કરાવતા મુખ્યમંત્રી
Previous Article‘એક ભારત શ્રેષ્ઠ ભારત બને’ તેવી દાદાને પ્રાર્થના: વિજયભાઇ
Next Article રાજકોટ એરપોર્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે