રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૈયાધાર ખાતે નિર્માણ પામેલ ૫૬ MLDક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ તા ગાંધી મ્યુઝિયમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના વરદ હસ્તે તા.૧૫ને શુક્રવારે કરવામાં આવશે તેમ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, રૈયાધાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્માર્ટ સિટી મિશનમાં એક મહત્વપૂર્ણ એવો પ્રોજેક્ટ બની રહેશે.મેયર અને મ્યુનિ. કમિશનરએ ગાંધી મ્યુઝિયમ પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની, જેમના ચારિત્ર્યને સીંચનાર છે માતા પુતળીબાઈ અને શાળા એટલે કે રાજકોટ શહેર મધ્યે આવેલી આલ્ફ્રેડ હાઈ સ્કુલ. ભારત દેશમાં શિક્ષણનો વિરલ વારસો ધરાવતી સૌી જૂની શિક્ષણ-સંસઓમાંની એક એવી આ શાળાની સપના છેક ઈ. સ. ૧૮૫૩માં ઈ હતી.મ્યુઝિયમના ગ્રાઉન્ડ ફ્લોરમાં પ્રવેશતાં જ પહેલા આવશે ર્પ્રાના હોલ. બીજા હોલમાં ગાંધીજીના જન્મ અને બાળપણને પ્રોજેક્શન મેપિંગ દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. દક્ષિણ આફ્રિકામાં ટ્રેનમાંી ધક્કો મારીને ગાંધીજીને ઉતારી દેવાયા હતા, તે પ્રસંગને ્રીડી પ્રોજેક્શન મેપિંગ દ્વારા હોલ-૩માં દર્શાવાશે. હોલ-૬માં વિશાળ વીડિઓ વોલ પર ગ્રેટ માર્ચનું આબેહુબ પ્રોજેક્શન કરવામાં આવશે. હોલ-૭માં ચંપારણ સત્યાગ્રહને રસપ્રદ ગ્રાફિક પેનલ દ્વારા અને જલિયાંવાલા બાગની ઘટનાને ડાયોરમા પર પ્રોજેક્શન મેપિંગ દ્વારા દર્શાવાશે. સાઉન્ડ અને મૂડ લાઈટિંગ સોના મ્યુરલ દ્વારા અસહકાર આંદોલનને હોલ-૮માં પ્રદર્શિત કરવામાં આવશે. હોલ-૯માં દાંડીકુચને એક વિશાળ ડાયોરમા પર ્રીડી પ્રોજેક્શન મેપિંગ દ્વારા દર્શાવાશે. ભારત છોડો ચળવળના પ્રસંગને મ્યુરલ પર પ્રોજેક્શન મેપિંગ દ્વારા હોલ-૧૦માં પ્રદર્શિત કરવામાં આવશે. હોલ-૧૧માં, દેશ આઝાદ યો તે સુખદ ઘડીને સાઉન્ડ બેઝ્ડ ડાયનામિક ઇન્સ્ટોલેશન દ્વારા રજુ કરવામાં આવશે તેમજ બાપુને શ્રદ્ધાંજલિ અર્પતું એક ઇન્સ્ટોલેશન પણ પ્રદર્શિત કરવામાં આવશે.સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કુલ રૂપિયા ૩૫.૧૬ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હેઠળ અંદાજે ૨,૫૦,૦૦૦ જેટલી વસ્તીને આવરી લેવાયેલ છે. આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધુનિક SBR ટેકનોલોજી આધારિત બનાવવામાં આવેલ છે. જેમાં કોઈપણ જાતના કેમીકલ રહિત, સંપૂર્ણપણે બાયોલોજીકલ પ્રોસેસી ભૂગર્ભ ગટરના ગંદા પાણીને શુધ્ધ કરવામાં આવે છે. SBRટેકનોલોજી આધારિત આ પ્લાન્ટના બાંધકામમાં ઓછી જમીનની જરૂરીયાત, ઓછા વિજળી તા ઓછા ઓપરેટીંગ ખર્ચે વધુ કાર્યક્ષમતાી ગંદા પાણીનું શુદ્ધિકરણ સેન્ટ્રલ પબ્લીક હેલ્ એન્જીનિયરીંગ એન્વાર્યમેન્ટલ ઓર્ગેનાઇઝેશન તા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નિયત કરાયેલ ધારા ધોરણો મુજબ ાય છે.
Trending
- ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓનું મુખ્યમંત્રી પટેલના હસ્તે સન્માન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિકોને યાતાયાત માટે વધુ સુવિધાયુક્ત માર્ગો આપવાનો લોકહિતકારી અભિગમ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ‘સ્નેક રેસ્ક્યુ એપ’ કરી લૉન્ચ
- ગીર સોમનાથ: ખેડૂત એકતા મંચના આગેવાની હેઠળ 30 ગામના ખેડૂતો દ્વારા આવેદન પાઠવાયું
- ASUS ROG એ CES 2025માં મચાવી ધૂમ…
- સુરત: સરથાણામાં પતરાના શેડમાં ચાલતું જાણીતી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેશન કરાતું કારખાનું ઝડપાયું
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો સાસંદ રૂપાલા-મોકરિયાના હસ્તે પ્રારંભ
- બેડી યાર્ડના વેપારીને રૂ. 95 લાખનું બુચ મારનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ