ઉપલેટામાં વિજય વિશ્ર્વાસ સંમેલનમાં જેતપુર નવાગઢ નગરપાલિકા ૧૬ સભ્યો જીલ્લા પંચાયતના સભ્ય અને ઉપલેટા તાલુકા પંચાયતના સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસ સરકાર ઉપર પ્રહારો કરી પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવારની વિજય બનાવવા આહવાન કર્યુ

ઉપલેટા વિજય વિશ્ર્વાસ સંમેલનમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને જયેશભાઇ રાદડીયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે સમાજના નામે ભાગલા પાડીને મત લઇ જતાં દેશને લુંટનારાઓ અને ચુંસનારાઓએ મહાગઠબંધન કર્યુ પરંતુ આ ઠગોનું ગઠબંધન છે મજબુરીથી

ભેગા થઇને મોદી  હટાવો ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે  આ ચુંટણીએ અલગ પ્રકારની ચૂંટણી છે દેશનો ચોકીદાર અને ચોરોની જમાત  વચ્ચેની ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ફરી પાછા સત્તાના સૂત્રો હાથમાં આપીને ભાજપના વિકાસ પ્રગતિ સ્થિર શાસન ભ્રષ્ટાચાર  નાબૂદી રાષ્ટ્રવાદ સર્વધર્મ સમભાવ જેવી વિચારધારા સાથે જોડાઇ પોરબંદર લોકસભાના ઉમેદવાર રમેશભાઇ ધડુકને વિજયી બનાવવા આહવાન કર્યુ હતું.

હજારોની સંખ્યામાં ઉ૫સ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે દેશ માટે કરી છુટવાનો ભાવ ધરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છે તો બીજી બાજુ પોતાના ચુંટણી ઢંઢેરામ) રાજદ્રોહની કલમ નાબુદીનું વચન આપીને ત્રાસવાદીઓને રક્ષણ  આપતી કોંગ્રેસ છે પરિવાહ વાદ અને ભ્રષ્ટાચારથી ખદબદતી કોંગ્રેસને વધુ એક વખત જાકારો આપવા અને વધુ એક વખત ભાજપને શાસન સોંપીને કહોદિલ સે મોદી ફીરસેનું સૂત્ર અપનાવીને ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા હાંકલ કરી હતી.IMG 20190415 WA0069

જયારે આ ચુંટણી ઇમાનદારો  અને બેઇમાનોની ચુંટણી છે કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે હવામાંથી પૈસા પાતાળમાંથી પૈસા રમતા રમતા પૈસા ખાઇ ગયા એક ડઝન જેટલા મંત્રીઓ જેલમાં ગયા અરે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ જામીન ઉપર છે.

જયારે આપણા વડાપ્રધાનને નથી દિકરી નથી જમાઇ કોના માટે દેશ માટે ત્યારે કોંગ્રેસને પરીવાર વાદની ચિંતા દિકરીની ચિંતા જમાઇની ચિંતા  લાલુ યાદવ ગાયના ઘાસમાંથી પૈસા ખાઇ ગયા માયાવતી હાથી ઉપર પૈસા લઇ ગયા મમતાએ બંગાળને કંગાળ કરી નાખ્યું કોંગ્રેસનું કુળ ભ્રષ્ટાચારમાં રંગાયેલો છે ત્યારે આપણા વડાપ્રધાનને દેશ સિવાય કશું નહી તો બીજી તરફ વંશવાદ સિવાય કશું નહીં.IMG 20190415 WA0064

કોંગ્રેસને દેશની સેના ઉપર અને સેનાના વડાઓ ઉપર ભરોસો નથી અપમાન કરે છે. સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગે છે વડાપ્રધાન ત્રાસવાદીઓનો ખાતમો બોલાવવા વાળો છે બીજી તરફ બીરીયાની આપવાવાળો પાકિસ્તાનની તરફદારી કરે છે. ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી અનેક હુમલા થયા તાજ હોટલ ઉપર ત્રણ દિવસ સુધી હુમલો કર્યો ૧૭૮ નિર્દોષ લોકો મૃત્યુ પામ્યાં ત્યારે કાયર હતા.

અટલ બિહારી વાજપાઇએ પોખરણમાં ધડાકા કર્યા એટલે મરદની મયતમાં જવાઇ કાયરની જાનમાં ન જવાઇ પુલવામાં હુમલામાં મોદીની સિંહ ગર્જના હતી. પાકિસ્તાને અભિનંદનને ર૪ કલાકમાં છોડી દેવો પડયો જયારે ભૂતકાળમાં આલ્યા માલ્યા જમાલીયા ટાપલા મારી ગયા મોદી શપથ લેશે ત્યારે દેશમાં દિવાળી હશે જયારે પાકિસ્તાનમાં માતમ હશે.

જવાહર નહેરુની જગ્યાએ સરદાર વલ્લભભાઇ પટેલ વડાપ્રધાન હોત તો ૩૭૦ ની કલમ હોત નહીં કોંગ્રેસ સરકાર વખતે બેન્કમાં ખાતા ખોલાવવા માટે ડીપોઝીટ આપવી પડતી ત્યારે જનઘન ખાતા ઝીરો બેલેન્સથી ૩૦ કરોડ ખાતા ખુલ્યા મોદી સરકારએ આયુષ્યમાન યોજના લાગુ કરીને પ લાખનું વીમા કવચ પુરુ પાડયું પ૦ કરોડ લોકોને હજુ વધુ લોકો જોડાઇ રહ્યા છે. રાજય સરકારેમાં અમૃતમ કાર્ડમાં ૩ લાખ રૂપિયા  ગરીબોને બીમારીમાં આપી રહ્યા છે.IMG 20190416 WA0000

ર૦ કરોડ શૌચાલય બનાવ્યા ર૦રર સુધીમાં તમામ ગરીબોને ઘરની છત હશે ૧૬ કરોડ ગેસના ચુલા અયોઘ્યામાં રામ યુવાનને કામ ભ્રષ્ટાચાર નાબુદનું લક્ષ્ય સૌરાષ્ટ્ર-કચ્છના ખેડુતો માટે નર્મદા યોજના મોદી સાહેબએ એઇમ્સ હોસ્પિટલ રાજકોટ ધોલેરામાં એરપોર્ટ બંદરોના વિકાસ માટે ૮ હજાર કરોડ રૂપિયા આપ્યા રેલવે ટ્રેક મંજુર કર્યા આ ચૂંટણી દેશના હિત માટે વિકાસ માટે ભ્રષ્ટાચાર માટેની ચુંટણી છે.

સૌના સાથે સૌનો વિકાસ કોઇ બેકાર ન રહે તે માટેની ચુંટણી છે અને આ માટે ભાજપના ઉમેદવારને વિજય બનાવી નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરવા આહવાન કર્યુ હતું. વિજય વિશ્ર્વાસ સંમેલનમાં કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, હરીભાઇ પટેલ, જયંતિભાઇ ઢોલ, પ્રવીણભાઇ માંંકડીયા, નરશીભાઇ મુગલપરા, દાનભાઇ ચંદ્રાવાડીયા, રાજશ્રીભાઇ હુંબલ અને માધવજીભાઇ પટેલ સહીતના આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.