Abtak Media Google News
  • અગ્નિકાંડમાં મોતને ભેટેલા 27 હતભાગીઓ પૈકી 24ના પરિવારજનો ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા:તમામની આંખોમાં આંસુ
  • સરકાર આપની સાથે જ છે, એકપણ કસુરવાનને બક્ષવામાં નહી આવે: મુખ્યમંત્રીનું પીડિતોનાં પરિવારોને આશ્ર્વાસન

શહેરના નાના મવા મઈન રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં  ગત 25મી મેના રોજ  સર્જાયેલા  વિનાશક અગ્નિકાંડમાં 27 વ્યકિતઓનાં કરૂણ મોત નિપજયા હતા આ ઘટનામાં કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ  શાખા તથશ  ફાયર બ્રિગેડ શાખાની  બેદરકારી  ખૂલવા પામી છે. આજે બપોરે  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અગ્નિકાંડમાં હોમાયેલા  27 હતભાગીઓનાં પરિવારજનોને  મળ્યા હતા અને તેઓનાં  આસું લુછી  સાંત્વના આપી હતી. ગત  સપ્તાહે   લોકસભાના  વિરોધ પક્ષના  નેતા અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય  અધ્યક્ષ રાહુલ ગાંધી અગ્નિકાંડના  પીડિતોને મળ્યા બાદ   સીએમએ પણ તત્કાલ  પીડિતોને  મળવાનું  નકકી કર્યું હોવાનું   ચર્ચાય રહ્યું છે.

ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 27 લોકોના  કરૂણ મોત નિપજયા હતા.  27 હતભાગીઓનાં પરિવાર પૈકી  24 મૃતકોનાં  પરિવારજનો  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલને બપોરે 12.30  કલાકે સી.એમ. હાઉસ ખાતે મળ્યા હતા એક  મૃતકનો  પરિવાર નેપાળ છે. જયારે એક  હરિદ્વાર  ગયો છે. આ ઉપરાંત  પ્રકાશ જૈનના પરિવારજનો સી એમને મળવા ગયા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

શહેર ભાજપ પ્રમુખ  મૂકેશ દોશી,  મહામંત્રી માધવ દવે, અશ્ર્વિન મોલીયા અને વિરેન્દ્રસિંહ ઝાલા ઉપરાંત  સાંસદ રામભાઈ મોકરિયા, પરસોતમભાઈ રૂપાલા,  ઉપરાંત ચારેય  ધારાસભ્ય ભાનુબેન બાબરીયા (કેબીનેટ મંત્રી), ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા અને ડો. દર્શિતાબેન શાહ પણ આ મૂલાકાતમાં સામેલ થયા હતા.  આજે સવારે  કેબિનેટ બેઠક પૂર્ણ થયાબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સરકારી નિવાસ સ્થાને  સીએમ હાઉસ ખાતે  રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનાં અગ્નિકાંડનાં હતભાગીઓનાં પરિવારજનોને મળ્યા હતા તમામને સીએમએ સાંત્વના પાઠવી હતી. સાથોસાથ એવી પણ ખાતરી આપી હતી કે, આ કરૂણ અને હૈયા હચમચાવી દેતી ઘટનામાં એકપણ  કસુરવાનને છોડવામાં આવશે નહીં. રાજય સરકાર દ્વારા ધડારૂપ કાર્યવાહી કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં  કોઈપણ સરકાર વિભાગના અધિકારી કે   કર્મચારીઓ ફરજમાં બેજવાબદારી દાખવતા પૂર્વ 100 વાર વિચાર કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત  સપ્તાહે ગુજરાતની મૂલાકાતે  આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને લોકસભાના  વિપક્ષી નેદતા  રાહુલ ગાંધી અમદાવાદમાં  ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોને મળ્યા હતા આ ઘટના બાદ  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ  અગ્નિકાંડના  પીડિતોને મળવાનું નકકી કર્યું હોવાનું  મનાય રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા ગયેલા પરિવારના પૈકી પાંચ પરિવારોના સભ્યોએ અલગ અલગ મુદ્દે સીએમ સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં વિવિધ પરિવારોને ઝડપથી ન્યાય મળે તે માટે અગ્નિકાંડનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટેની માંગણી કરાઈ હતી આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ પી.પી.ની ફાળવણી કરવા અને તુષાર ગોકાણીના આગળથી એડીશનલ શબ્દ કાઢી નાખવા માટેની પણ રજૂઆત કરાઈ હતી. જે પરિવાર પોતાની સ્વજન ગુમાવ્યા છે તે ભવિષ્યમાં યોગ્ય અને સારી રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે સરકાર દ્વારા કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ તમામને એવી ખાતરી આપી હતી કે આ ઘટના ઘણી દુ:ખદ છે અને તેમાંથી તમામ સરકારી વિભાગે શીખ લેવા જેવી છે અગ્નિકાંડમાં જવાબદાર એકપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. આકરી સજા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. પીડિતોને મળ્યા બાદ મુખ્યમંત્રી શહેર ભાજપના હોદ્દેદારો અને રાજકોટના ધારાસભ્યોને મળ્યા હતા જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે પીડિતોના પરિવારજનોને શક્ય તેટલી વધુ આર્થિક સહાય મળે તેવા પ્રયાસો સરકારે કરવા જોઈએ જે કરવા માટે સરકારે તૈયારી દર્શાવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.