પબુભા માણેક આયોજીત ધર્મોત્સવ અને સુજલામ-સુફલામ યોજના અંતર્ગત કામોની મુલાકાત લેશે.
યાત્રાધામ દ્વારકામાં ત્રણ મહત્વના ધાર્મિક અને સરકારી કાર્યક્રમોની ત્રિવેણી સંગમ ચાલી રહ્યો છે તે પૈકી તા.૧લી મેથી ૩૧મી મે સુધી સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસંચયના કામો ચાલી રહ્યા છે. જયારે તા.૧૫મી મેથી હિન્દુ ધર્મના પાવનકારી પુરુષોતમ માસનો પ્રારંભ થતા યાત્રાધામમાં શ્રદ્ધાળુઓની ભીડ વધી છે.
જયારે અધિકમાસમાં જ સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેક દ્વારા દ્વાદશ દિવસીય ધર્મોત્સવનું પણ આયોજન કરાયું હોય યાત્રાધામમાં અનોખો ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. પુરુષોતમ માસમાં પુણ્યનું ભાથું બાંધવા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ૨૪મીએ દ્વારકા પધારનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મુખ્યમંત્રીની સંભવિત મુલાકાત સંદર્ભે બે દિવસ પહેલા જ જિલ્લા કલેકટરે દ્વારકા યાત્રાધામની મુલાકાત લીધી હતી. દ્વારકામાં સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ગોમતી નદીમાં સફાઈ તેમજ રેતી દુર કરવાની પ્રક્રિયા તેમજ દ્વારકાને પીવાનું પાણીનો મહત્વના સ્ત્રોત સમા માયાસર તળાવમાંથી કાપ કાઢવાની પણ કામગીરી.
આ યોજના તળે ચાલી રહી હોય આ તમામ કામગીરીની વર્તમાન સ્થિતિ નિહાળવા મુખ્યમંત્રી દ્વારા આ યોજના હેઠળના કામોની મુલાકાત લે તેવી પણ સંભાવના છે. મુખ્યમંત્રીના સંભવિત કાર્યક્રમ અંગે મહેસુલ વિભાગ, પોલીસ વિભાગ અને નગરપાલિકા દ્વારા પ્રાથમિક તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com