મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યની ટેક્સટાઇલ પોલિસી સન્દર્ભ માં ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2012 પૂર્ણ થઇ છે અને આગામી વાયબ્રન્ટ સમિટ પહેલા રાજ્ય સરકાર નવી ટેક્સટાઇલ પોલિસી જાહેરકરવાની છે.આ પોલિસી ને આખરી કરતા પહેલા  મુખ્યમંત્રી શ્રી એ રાજ્ય સરકાર ના વરિષ્ઠ સચિવો અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે આ બેઠક યોજી તેમના સૂચનો પણ મેળવ્યા હતા.

WhatsApp Image 2018 11 24 at 11.28.14 AM 1

વિજયભાઈ રૂપાણી એ કહ્યું કે ગુજરાત ટેક્સટાઇલ ક્ષેત્ર નું હબ બને તેમજ વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ગુજરાતનું ટેક્સટાઇલ સેક્ટર અગ્રેસર રહે તેવી રાજ્ય સરકાર ની નેમ છે.નવી જાહેર થનારી ટેક્સટાઇલ પોલિસીમાં આ સમગ્ર વિષયો ને આવરી લેવા તેમણે અધિકારીઓ ને સ્પષ્ટ સુચના અને માર્ગદર્શન આપ્યા હતા.

ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ. મુખ્ય સચિવ ડો.જે એન સિંહ તેમજ નાણાં ના એ.સી એસ અરવિંદ અગ્રવાલ મુખ્યમંત્રી ના અગ્ર સચિવ તથા ઉદ્યોગ અગ્ર સચીવ મનોજ કુમાર દાસ  ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ટેક્સટાઇલ ઉદ્યોગ ના અગ્રણીઓ આ બેઠક માં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.