વિવિધ પ્રજાતીઓના પશુ, પંખી, પ્રાણીઓ, જીવ, જંતુનું નવું સરનામુ બનશે રૈયા ખાતેનું નવું તળાવ: સ્માર્ટ સિટી હવે લેઈક સિટી બનશે : મેયર
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓના હસ્તે રેસકોર્સ-૨માં તળાવ ઉંડુ ઉતારવાના કામનો શુભારંભ કરાવશે. હાલ આ તળાવની ઉંડાઈ સાડા ૩ મીટર જેટલી છે જે વધારી ૬ મીટર સુધી કરવામાં આવશે. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય સહિતના પદાધિકારીઓએ સાઈટ વિઝીટ કરી હતી.પૂર્વ ઝોન વિસ્તારમાં લાલપરી-રાંદરડા તળાવ છે એવી રીતે પશ્ચિમ ઝોનમાં પણ નવા રિંગ રોડ પર રૈયા વિસ્તારમાં રેસકોર્સ-૨ એરીયામાં સ્માર્ટ સિટી પાર્કમાં આશરે ૪૫ એકરમાં પરાયેલા નેચરલ તળાવને વધુ ઊંડું ઉતારવાનું નક્કી કરવામાં આવેલ છે. આ તળાવ લોકો માટે પ્રાકૃતિક સૌદર્ય ધરાવતું એક નવું પર્યટન સ્ળ બની રહેશે. જૈવિક વિવિધતા સભર સ્ળ બની રહેનાર આ સ્ળ વિવિધ પ્રજાતિઓના પશુ, પંખી, પ્રાણીઓ અને જીવ જંતુઓનું નવું સરનામું બનશે. રૈયા ખાતેનું તળાવ પર્યાવરણ અને ભૌતિક વિકાસની દ્રષ્ટિએ આ તળાવ રાજકોટ માટે વધુ એક આહલાદક સ્ળ બનશે જેમાં રાજકોટ મહાનગરપાલિકાની એક નવી પહેલ ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે, તેમ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશનમાં પસંદગી પામી ચુકેલા રાજકોટ શહેરને દેશમાં ચીત્રનગરી પ્રોજેક્ટ કી એક નવી ઓળખ પ્રાપ્ત ઇ છે ત્યારે હવે રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ પૂર્વ ઝોનમાં લાલપરી રાંદરડા તળાવની જેમ પશ્ચિમ ઝોનમાં પણ રૈયા વિસ્તારના સ્માર્ટ સીટી પાર્કમાં આવેલ તળાવ ઉંડુ કરી તેની જલસંગ્રહ ક્ષમતામાં વૃધ્ધિ કરવા ઉપરાંત તેનો ભૌતિક વિકાસ નાર છે. શહેર આગામી દિવસોમાં લેઈક સિટી તરીકે પણ જાણીતું બનશે એવી આશા રાખી શકાય.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રૈયા વિસ્તારમાં જોવા મળતા ૩૦ થી વધુ પ્રજાતિના જીવ જંતુઓ, ૫૦ થી વધુ પ્રજાતિના પ્રાણીઓ, ૧૦૦ થી વધુ પ્રજાતિના પક્ષીઓ અને ૧૫૦ વધુ વનસ્પતિઓનું એક પ્રદર્શન પણ આવતીકાલના તળાવ વિકાસ કાર્યક્રમ દરમ્યાન યોજાશે જેમાં ઉક્ત જૈવિક વિવિધતાઓ નિહાળવાની અમૂલ્ય તક લોકોને પ્રાપ્ત થશે. સાથોસાથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણી જૈવિક વિવિધતાને આધાર આપે તે પ્રકારે ઘનિષ્ઠ વ્રુક્ષારોપણ પણ કરવામાં આવશે. જેનાથી આ સમગ્ર એરીયામાં ગ્રીન કવરમાં વધારો થીઇ શકશે જે ઉગ્ર ઉષ્ણતામાન સામે એક પ્રકારનું રક્ષણ કવચ પુરૂ પાડશે. તો વળી, નિસર્ગપ્રેમીઓ તેમજ સંશોધકો માટે પણ અભ્યાસ અને સંશોધન કાર્યમાં આ તળાવ આકર્ષણનું એક નવું કેન્દ્ર બની રહેશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્તિ રહેશે. જયારે પ્રેરણાદાયી ઉપાસથીત તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી તા રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી ઉપસ્તિ રહેશે અને મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, રાજકોટ મહાપાલિકાના વિપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષના દંડક રાજુભાઈ અઘેરા, એચ.જે.ઈન્ડસ્ટ્રીઝના પર્સોનલ મેનેજર જે.આર.કીકાણી, ભવાની ઈન્ડસ્ટ્રીઝના અતુલભાઈ જુઠાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ, સૌ.યુનિ. સિન્ડીકેટ સભ્ય ડો.નેહલભાઈ શુકલ, ડો.મેહુલભાઈ રૂપાણી, ડો.ભાવિનભાઈ કોઠારી, ડો.ગિરીશભાઈ ભીમાણી, ડો.વિજયભાઈ પટેલ, આર.કે.યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શિવલાલભાઈ રામાણી, મારવાડી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ કેતનભાઈ મારવાડી, રોલેક્ષ રીંગ્સ પ્રા.લિ.ના ચેરમેન મનીષભાઈ માદેકા ઉપસ્તિ રહેશે. આ કાર્યક્રમમાં શહેરની સામાજીક સ્વૈચ્છિક સંસઓ, શૈક્ષણિક સંસઓ તા જુદા જુદા એસોશિએશનો અને નગરજનોને ઉપસ્તિ રહેવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, વોટર વર્કસ કમિટીના ચેરમેન દલસુખભાઈ જાગાણીએ અપીલ કરેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,