વિશ્વભરનાં ઉધોગકારો અને રોકાણકારોને ગુજરાતમાં રહેલી રોકાણની પ્રવર્તમાન અને ભાવી તકો વિશે માહિતી અપાઈ
નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૯ અંતર્ગત આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં વૈશ્વીક રોકાણકારો માટે પસંદગીનુ શ્રેષ્ઠ કેન્દ્ર બનવા ગુજરાતે જે દોડ મુકી છે તેનો રોડ મેપ ગુજરાત સ્૫્રિન્ટ ટુ ૨૦૨૨ અંતર્ગત સમગ્ર વિશ્વ સમક્ષ રજુ થશે. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ મુખ્યમંત્રીએ જે સપનું સેવ્યું છે. એવા ગુજરાતના ભવિષ્યના ભૌતિક અને સામાજીક આંતર માળખાકીય વિકાસને પ્રદર્શિત કરીને આ સમિટમાં ગુજરાતની ભાવિ ઔઘોગીક શ્રેષ્ઠતાને વિશ્વ સમક્ષ મૂકવાનો છે. ગુજરાતમાં રાજકીય સ્થિરતા, શિક્ષણની સુવિધા, તબીબી સુવિધાઓ, રોજગારી તકો અને મજબુત કનેકિટવીટી સહીતની સુવિધાઓ ઉ૫લબ્ધ છે. જેના પરિણામે ગુજરાત શાંતિપૂર્ણ જીવન જીવવા માટે યોગ્ય સ્થળ છે તે દર્શાવવાનો પણ ઉદ્દેશ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઇવેન્ટમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતની ૨૦૨૨ અને તેથી આગળની ભાવિ વિકાસયાત્રાનું આગવું વિઝન રજુ કર્યુ હતું.
આ સેમીનાર રોજગારી અને ઉચ્ચ શિક્ષણ માટે શહેરમાં સ્થળાંતર કરતા રાજયના નાગરીકોને ગુણવત્તાયુકત જીવન પ્રદાન કરાવવાની ગુજરાતની ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. વિશ્વભરના ઉઘોગકારો અને રોકાણકારો ઉપરાંત વ્યહરચનાકારોને સંયુકત રીતે રાજયમાં રહેલી રોકાણની પ્રવર્તમાન અને ભાવિ તકો વિશે આ સેમીનારમાં માહીતી પૂરી પાડવામાં આવી હતી.
ગુજરાતના જે યુવા ઉઘોગકારો આજે પોતાની કંપનીને નવી ઉંચાઇઓ ઉપર લઇ જઇ રહ્યા છે અને સ્ટાર્ટ અપ તેમજ ઇનોવેશનના માઘ્યમથી સફળતાની નવી ઉંચાઇઓ સર કરી રહ્યા છે. તેમને પણ આ ફયુચરિસ્ટિક કાર્યક્રમમાં પોતાનો પ્રતિભાવ લોકો સમક્ષ રજુ કરવાની તક પુરી પાડવામાં આવી હતી.
નવભારત નિર્માણમાં ગુજરાતનું મહત્વનું યોગદાન હશે: વિજયભાઈ રૂપાણીવાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૯માં આજે બીજા દિવસે સ્પ્રિન્ટ ૨૦૨૨ ઈવેન્ટ યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધન આપતા જણાવ્યું હતું કે, નવભારત નિર્માણમાં ગુજરાતનું મહત્વનું યોગદાન રહેવાનું છે. ચક્રધારી મોહનથી લઈને ચરખાધારી મોહન જેવા મહાનુભાવો ગુજરાતમાં અવતરણ્યા છે ત્યારે આ ગુજરાતની ધન્યધરા પર સંકલ્પથી સિદ્ધિ તરફ સરકાર વિચાર-વિમર્શ કરવા હંમેશા પ્રયત્નશીલ રહી છે.
વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે સ્પ્રિન્ટ ૨૦૨૨ દ્વારા આવતી કાલના એટલે કે ભવિષ્યના ગુજરાતનું નિર્માણ થશે. મુખ્યમંત્રીએ વધુમાં ધોલેરા વિશે કહ્યું કે, ધોલેરામાં ૨૦૨૨માં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણનું કાર્ય શરૂ થઈ જશે.
શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાત હંમેશા અગ્રેસર: ભુપેન્દ્રસિંહ ચુડાસમાસ્પ્રિન્ટ-૨૦૨૨ ઈવેન્ટમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. વિદ્યાર્થીઓને જ્ઞાનકુંજથી માંડીને નમો ટેબલેટ સહિતની સુવિધાઓ પ્રથમ વખત ગુજરાત રાજયમાં પ્રદાન કરવામાં આવી છે. આ કારણથી વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના નિયમ હેઠળ ૫ કિલોમીટરના અંતરમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરીની વ્યવસ્થા રાખવામાં આવનાર છે. વિદ્યાર્થીઓમાં પડેલી સુઝ-બુઝ બહાર લાવવા માટે હેકેથોન કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત દર બજેટમાં નવી યુનિવર્સિટીઓને માન્યતાઓ આપવામાં આવી રહી છે.
સુગર, સોલ્ટ, સ્ટેબીલાઈઝર વગરના પીનટ, આલમન્ડ બટર અમારી ખાસીયત: આનંદ પટેલ‘અબતક’ સાથેની વાતચીતમાં દાસ ફૂડ એન્ડ કંપનીના માર્કેટીંગ મેનેજર આનંદ પટેલે જણાવ્યું કે, અમારી કંપની પિનટ બટર, આલમન્ડ બટર જેવી ફૂડ આઈટમો બનાવે છે જે ૧૦૦ ટકા નેચરલ પ્રોડકટમાંથી તૈયાર કરાય છે. જેમાં કોઈપણ પ્રકારના સુગર, સોલ્ટ કે સ્ટેબીલાઈઝરનો ઉપયોગ કરવામાં આવતો નથી અને આ જ અમારી ખાસીયત છે. અમદાવાદના હિંમતનગરમાં અમારો પ્લાન્ટ આવેલો છે અને ભારતભરમાં દાસ ફૂડ એન્ડ કંપની વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત ઓનલાઈન કંપની જેમ કે, એમેઝોન અને ફલીપકાર્ટમાં પણ અમે બેસ્ટ સેલર રહી ચૂકયા છીએ. પ્રથમ વખત વાઈબ્રન્ટમાં ભાગ લીધો છે છતાં ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
તિમલ્લા એડીબલ ઓઈલ અમારી પ્રિમિયમ બ્રાન્ડ: અર્ચનાબેન
‘અબતક’ સાથેની વાતચીતમાં તિરૂમલ્લા એડીબલ ઓઈલના અર્ચનાબેને જણાવ્યું કે, તેઓ મહારાષ્ટ્રથી વાઈબ્રન્ટમાં પ્રથમ વખત આવ્યા છે. એક્ઝિબીશનમાં આવીને મને ખુબજ આનંદ થયો, અમે ૪૦થી વધુ કંપનીમાંથી ૩ કંપનીઓને વાઈબ્રન્ટમાં પ્રેઝન્ટ કરી છે તેમાં તિરૂમલ્લા એડીબલ ઓઈલ અમારી પ્રિમીયમ બ્રાન્ડ છે.
જેમાં અમે એડીબલ ઓઈલથી લઈ હેર ઓઈલ સુધીની પ્રોડકટો બનાવીએ છીએ. ગુજરાતના વાઈબ્રન્ટના આયોજનમાં આટલી મોટી સંખ્યામાં ભારતના તેમજ વિદેશના રોકાણકારો આવ્યા છે તે ખૂબજ ગર્વની બાબત છે. તિરૂમલ્લા ઓઈલમાં અમારા મુખ્ય છ પ્રોડકટ છે. જેમાં બ્રાઉન પામોલીન, રાઈસ બ્રાન્ડ કોટક તથા હેર ઓઈલ જેવી પ્રોડકટો અમે સારી ગુણવત્તા અને કિંમતો સાથે લાવ્યા છીએ. કંપની આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં પણ રોકાણની તકો શોધી રહી છે.
ભારતમાં વધુ નવી ટ્રેનોની જરૂરીયાત: જીતેન્દ્ર અગ્રવાલ
અબતક સાથે ની વાતચીત દરમિયાન ડેડીકેટેડ ફ્રેડરલ ઓફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ના ડેપ્યુટી ચીફ પ્રોજેક્ટ મેનેજર જિતેન્દ્ર કુમાર અગ્રવાલ એ જણાવ્યુ હતું કે આ જે ડી એફ સી એલ પ્રોજેક્ટ છે. ભારત સરકાર નો પ્રોજેક્ટ છે. ડી એફ સી એલ ભારતીય રેલવે નો પબ્લીક સેકટર અંડર ટેકિંગ ઓર્ગેનાઇઝેશન છે.
ભારતીય રેલવેને મજબુત બનાવવા ની જરૂરત એ માટે બની કે આજ ની તારીખ માં પેસેન્જર ટ્રેન એન્ડ ગુડ્સ ટ્રેન સાથે ચાલે છે. ભારત માં નવી ટ્રેનો ની જરૂરિયાત છે. માલગાડી અને પેસેન્જર ટ્રેન સાથે ચાલવા ના કારણે ભારતીય રેલવે ના ટ્રેન કન્જેકટેડ થાય છે. તેમાં નવી ગાડીઓ ચલાવવી સંભવ નથી તેથી ભારત સરકારે ક્રાંતિકારી પગલું ભરી ને બે નવી લાઈન બનાવવનાઓ નિર્ણય કર્યો છે.
૧૮-ટ્રેનોનું ઈન્ટીરીયર ૩૬૦ ડિગ્રીએ શોકેસ કરાશે: પ્રદિપભાઈ
પબ્લિક રિલેશનશીપ ઓફિસર પ્રદિપભાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટમાં ઈન્ડિયન રેલવેએ ભાગ લીધો છે. જેમાં અમે ૧૮ આધુનિક ટ્રેનના મોડેલ લઈને આવ્યા છીએ, તેની સાથે ભારતીય રેલવેએ ઘણા વિકાસના કાર્યો કર્યા છે. મોડેલ ટ્રેનોમાં સત્તાબ્દી, દુરંતો, રાજધાની જેવી ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રેન ૧૮નું ઈન્ટીરીયલ કેવી હશે તે ૩૬૦ ડિગ્રીએ દર્શાવવામાં આવશે.
ગ્રીનટેક રેસીડેન્સી ફોર સ્ટાર હોટેલ અને બંગ્લોની સ્કીમ લઈને આવ્યું છે: મનોજ અગ્રવાલ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ગ્રીનટેક રેસીડેન્સીના ડાયરેકટર મનોજ અગ્રવાલે જણાવ્યું કે, અમારી રેસીડેન્સીયલ પ્લોટીંગ સ્કીમ ધોલેરામાં આવેલી છે. અમે વાઈબ્રન્ટમાં સૌપ્રથમ વખત ભાગ લઈ રહ્યાં છીએ અને અહીં ખૂબજ સારો અનુભવ અને પ્રતિસાદ મળી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ વાઈબ્રન્ટને પ્રોત્સાહન આપ્યું છે તે ઉલ્લેખનીય છે માટે અમે ખાસ ધોલેરાના વિકાસ માટે ખુબજ મોટી હાઈલાઈટ્સ લઈને આવ્યા છીએ. ચાઈનીઝ ડેલીગેટ્સ પણ ધોલેરામાં રોકાણની તકો શોધી રહ્યાં છે. એક સ્ટીલ કંપનીએ ત્રણ બીલીયન યુએસ ડોલરના રોકાણનું પ્લાનીંગ કરી અને ધોલેરામાં એમઓયુ સાઈન થયા છે. ધોલેરા માટે આજની તારીખ ઐતિહાસિક રહેશે. ગ્રીનટેક રેસીડેન્સી લકઝરીયર્સ બંગ્લો સ્કીમ છે. અમે ફોર સ્ટાર હોટેલ તેમજ દેરાસરનું નિર્માણ પણ કરવા જઈ રહ્યાં છીએ.
ઈલેકટ્રીક બસોથી પ્રદૂષણ ઘટાડીશું: કાર્તિક ગણેશન
અશોક લેલેન્ડના સેલ્સ અને માર્કેટીંગ હેડ કાર્તિક ગણેશને જણાવ્યું હતું કે, અશોક લેલેન્ડે આ વખતે ઈલેકટ્રીક બસ લાવ્યું છે જે અમદાવાદમાં મોડલ તરીકે મુકવામાં આવશે. આગળ હજુ ૫૦ બસો બનાવવાનું તેમનું લક્ષ્યાંક છે. ઈલેકટ્રીક બસ હોવાથી પ્રદુષણ અટકાવી શકાય છે. અમદાવાદ બાદ ગુજરાતના દરેક જિલ્લામાં ઈલેકટ્રીક બસો શરુ કરવા તેમની યોજના છે.