ગણેશ મહોત્સવ પર્વ નિમિતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં વિવિધ પંડાલોની મૂલાકાત લઇ પૂજન અર્ચન કરી આરતીનો લાભ લિધો હતો.અબતક સાથેની વાતચીત દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ જણાવ્યું કે ગયા વર્ષે જે કે ચોકમાં આવેલો હતો ત્યારે ખૂબ વરસાદ પડેલો છતા પણ આરતી કરી હતી. બધા ખૂબ પલડી ગયા હતા આ વખતે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે અને ગણેશ ભગવાનની આરતી કરી છે. ગણેશ સાર્વજનીક ઉત્સવએ એકતાનો ઉત્સવ છે બધા સમાજ સાથે મળી ને અને ગણેશ એવા ભગવાન છે કે દરેક સમુદાય દરેક જ્ઞાતી જાતી પહેલુ શુભકામ શ્રી ગણેશાય નમ:થી જ કરતા હોય છે. દર્શનનું પહેલું સ્થાપન થતું હોય છે. એવા ગણેશના મહોત્સવમાં ભગવાન ગણેશની ગુજરાત ઉપર ખૂબ કૃપા વર્ષે અને આપણે બધા ખૂબ સુખ સમૃધ્ધી પ્રાપ્ત કરીએ બધા ગુજરાતીઓ ખૂબ સુખી થાય તેવી પ્રાર્થના કરીએ છીએ.સાડા છ કરોડ ગુજરાતીઓની શાંતિ, સલામતી અને ઉત્કર્ષની મંગલ કામના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દુંદાળા દેવ સમક્ષ કરી હતી.વિધ્નહર્તા ગણપતી દાદા સર્વનું કલ્યાણ કરે અને ગુજરાત સમગ્ર ભારતમાં વિકાસના નવા સોપાન સર કરે તેવી પ્રાર્થના સમગ્ર પ્રજાજન વતી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ધર્મ પત્ની અંજલીબેન રૂપાણી સાથે કરી હતી.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજકોટમાં ફરી વિવિધ ગણપતી પંડાલની મૂલાકાત લઇ લોકો સમક્ષ રૂબરૂ થયા હતા.મુખ્યમંત્રી રૂપાણીએ વિવિધ ગણપતી મહોત્સવ પૈકી ચમત્કારિક હનુમાન, શિવ શક્તિ કા રાજા , જીવન્તિકા નગર કા રાજા, પોલીસ હેડક્વાટર સ્થિત પોલીસ પરિવારના રાજા, ભાજપ પરિવારના રેસકોર્સ સ્થિત સિદ્ધિવિનાયક ધામ, સહિત શહેરના વિવિધ ગણેશ મહોત્સવ પંડાલોની દર્શનાર્થે મુલાકાત લીધી હતી અને દુંદાળા દેવ સમક્ષ જનજનના મંગલની કામના કરી હતી.આ તકે તેમની સાથે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સર્વ ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્યમતિ ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મ્યુ. ફાઇનાનસ બોર્ડના ધનસુખ ભંડેરી,રાજુભાઇ ધ્રુવ,નિતીનભાઇ ભારદ્વાજ શહેરના પદાધિકારીઓ નગરજનો જોડાયા હતા.
Trending
- Gir Somnath : સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં તાલાલા સુગર ફેક્ટરી ખાતે સાધારણ સભા યોજાઈ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત