શારદાપીઠની પણ મુલાકાત લીધી: ભાજપના આગેવાનો સાથે બેઠક
રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ આજે યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી હતી. તેઓએ જગતમંદિરે ધ્વજારોહણ, પૂજન-દર્શન કર્યા હતા. બાદમાં શારદામઠ ખાતે પૂ.જગતગુ‚ શંકરાચાર્યજીના ચાતુર્માસ વ્રતાનુષ્ઠાન પૂર્વે ગુજરાતની પ્રજા વતી સ્વાગત કર્યું હતું. નવા પટેલ સમાજ ભવન ખાતે સ્થાનિય ભાજપના અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી.
ભારતીય જનતા પક્ષ આગામી સામાન્ય ચુંટણીને અનુલક્ષીને શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા પરથી જન્માષ્ટમીના તહેવારોમાં ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કરી રાષ્ટ્રીય તથા રાજય કક્ષાના નેતાઓની હાજરીમાં ચુંટણીનું વિજય વિશ્ર્વાસ સાથેનું રણશિંગુ ફૂંકશે તેવું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળેલ છે. ચુંટણીને હવે ખુબ જ થોડો સમય હોય થોડા સમયમાં મિશન ૧૫૦ પ્લસ ટાર્ગેટ પૂર્ણ કરવા રાષ્ટ્રીયથી લઈને સ્થાનિય નેતાઓને પુરી તાકાતથી લડવા સંકલ્પ કરવા રાષ્ટ્રીય પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, રાજયના મુખ્યમંત્રી વિજય ‚પાણી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના અગ્રણીઓ દ્વારકાધીશ ભગવાનના આશીર્વાદ લઈ ચુંટણીની તૈયારીના શ્રીગણેશ કરનાર હોવાનું જાણવા મળેલ હોય ટુંક સમયમાં યાત્રાધામ દ્વારકામાં રાજકીય માહોલ જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દ્વારકાથી ચુંટણીના શ્રીગણેશ કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.