સીએમના કાર્યક્રમ નજીક મહિલાના હૃદયરોગથી મૃત્યુ થયાની જાણ થતા જ વિજયભાઈ મૃતકના પરિવારને સાંત્વના આપવાં પહોંચ્યા
ગઈકાલનાં રોજ શિવપરાનાં કનૈયા ચોક ખાતે મુખ્યમંત્રીનાં એક કાર્યક્રમ સ્ળ પાસે રહેતા રફીકભાઈ શેખનાં ધર્મપત્ની જમીલાબહેન શેખને અચાનક જ હદય રોગનો હુમલો આવતા તેમનું આકસ્મિક અવસાન યું હતું. આ ઘટના બાદ મૃતક જમીલાબહેનનાં ઘર નજીકના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જાણ તાં મુખ્યમંત્રીએ મૃત્યુની અદબ જાળવતા તાત્કાલિક સ્વાગતવિધિ અટકાવી તેમના ઘર જઈ પરિવારજનોના દુ:ખમાં ભાગીદાર બન્યા હતા. સંવેદનશીલ મુખ્યમંત્રીની ઓળખ ધરાવતા ઋજુ હૃદયનાં માનવી માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુસ્લિમ મહિલા મૃતક જમીલા બહેનની અણધારી વિદાય પર દિલસોજી પાઠવી તેમનાં પરિવારનાં મોભી રફીકભાઈ શેખ અને પુત્ર અયુબભાઈ (ભાણાભાઈ) સાંત્વના આપી હતી. આ દુ:ખદ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાની સંવેદનશીલતા, લાગણીઓ અને પ્રજાવાત્સલ્યતાનો પરિચય દર્શાવતા ઢોલ-નગારા બંધ કરાવી અન્ય ઉજણવી પણ મોકૂફ કરવાનું આયોજકોને સૂચવ્યું હતું.
છેલ્લાં કેટલાક દિવસોી પોતાના વિસ્તારમાં યોજાનાર કાર્યક્રમમાં આવી રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વધાવવા તત્પર મુસ્લિમ મહિલા જમીલાબહેન શેખનું હાર્ટ એટેક આવવાી ૭૫ વર્ષની ઉંમરે મૃત્યુ નિપજ્યું હતું. વિજયભાઈ રૂપાણી રાજકોટની પ્રજાનાં સુખ દુ:ખમાં હરહમેશ સહભાગી બનતા આવ્યા છે. શિવપરામાં આવેલી દીપક સોસાયટી હોલની પાસે રહેતા જમીલાબહેનની ઓચિંતી વિદાયની ક્ષણે વિજયભાઈ રૂપાણીએ પોતાના પદ અને પ્રોટોકોલને બાજુ પર રાખી દાખવેલી એક પ્રજાવત્સલ શાસકની સંવેદનશીલતા, માનવીયતા અને લોકો પ્રત્યે લાગણીની પ્રતીતિ કરાવી હતી જે સમગ્ર રાજકોટ અને ગુજરાતની પ્રજા માટે નોંધપાત્ર છે.