સુરેન્દ્રનગર શહેરમાં રૂપિયા ૪૩.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજનું, રૂપિયા ૨૭.૪૫ કરોડના ખર્ચે નવા બનાવાયેલ આવાસોનું તેમજ રૂપિયા ૭.૧૫ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ પંડીત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલને પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પિત કરવામાં આવ્યું

મોટી સનખ્યાં માં લોકો ઉપસ્થિત રહયા….

WhatsApp Image 2019 10 18 at 11.22.05 AM 1 WhatsApp Image 2019 10 18 at 11.22.05 AM WhatsApp Image 2019 10 18 at 11.22.03 AM 1

ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અંદાજે રૂપિયા ૭૮.૪૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજ,RAY આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ આવાસો તથા પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલનો લોકાર્પણ સમારોહ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને તા. ૧૮ મી ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સુરેન્દ્રનગર સ્થિત પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ સમારોહ પ્રસંગે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજા, સાંસદશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય સર્વશ્રી ધનજીભાઈ પટેલ, પરસોત્તમભાઈ સાબરીયા, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેનશ્રી શંકરભાઈ દલવાડી અને ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેનશ્રી ગૌતમભાઈ ગેડિયા ઉપસ્થિત રહા હતા.

WhatsApp Image 2019 10 18 at 11.22.06 AM WhatsApp Image 2019 10 18 at 11.22.04 AM 1 WhatsApp Image 2019 10 18 at 11.22.04 AM

આ તકે સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં રૂપિયા ૪૩.૪૮ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ ઓવરબ્રિજ, રૂપિયા ૨૭.૪૫ કરોડના ખર્ચે RAY આવાસ યોજના અંતર્ગત નવા બનાવાયેલ આવાસો તેમજ રૂપિયા ૭.૧૫ કરોડના ખર્ચે નવનિર્મિત પંડીત દિન દયાલ ઉપાધ્યાય ટાઉન હોલને મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પિત કરવામાં આવ્યો હતો…

ત્યારે આજે સવારે ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નવનિમિત ઓવારબીજ અને 999 શીટનો હોલનું લોકાર્પણ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજામાં આનદની લાગણી વ્યાપી હતી.આગામી સમયમાં લોકોને વધુ ને વધુ સુવિધાઓ મળે તે માટે જિલ્લા નગરપાલીકા અને વહીવટી તંત્ર સતત સહક્રિય બન્યું છે.

ત્યારે આ પ્રસંગે વીપીનભાઈ ટોળીયા નગરપાલીકાના પ્રમુખનો જિલ્લામાં વિકાસના કામોમાં સારો એવો ફાળો હોવાનું શહેરીજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વિકાસના આગામી સમયમાં નવા કામો ચાલુ રહેશે તેવુ પણ વીપીન ભાઈ ટોળીયા નગરપાલીકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.