જીવાપરના બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો: જસદણમાં જંગી જાહેર સભાને સંબોધી
જસદણમાં આજે શુક્રવારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના આગમનના પગલે સવારથી જ વીંછીયા બાયપાસ આટકોટ ચોકડી ગઢડીયા બાયપાસ અમદાવાદ હાઇવે જેવા વિવિધ માર્ગો પર લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. જસદણના જીવાપર ગામે શાળા પ્રવેશોત્સવ આંકડીયા ગામે સૌથી યોજનાનું લોકાર્પણ અને જસદણના માર્કેટ યાર્ડમાં જાહેરસભા જેવા ત્રિવિધ કાર્યક્રમને લઇ ર એસ.પી. ૧૧ પી.આઇ. ૧૩ પી.એસ.આઇ. ૫૦૦ પોલીસ કોન્સ્ટેબલ, ૫૦ મહીલા પોલીસ એસ.આર.પી. અંગત કમાન્ડો વચ્ચે આજે સવારથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. નર્મદાના નીરથી આંકડીયા ડેમ ઓવરફલો થવાની ઘટનાથી ખેડુતોના ઘરે ઘરે લાપસીના આંધણ મુકાયાની જસદણ વીંછીયા પંથકમાં પ્રથમ ધટના છે. એક સમયના કોંગ્રેસી એવા ડો.ભરતભાઇ બોધરા ભાજપના પ્રથમ ધારાસભ્ય બન્યા બાદ પ્રજાના કાર્યો માટે તેમણે કયારેય રજા રાખી નથી. પ્રજાકીય કાર્યો માટે તેમની સરકાર પાસે કોઇને કોઇ માંગણી હોવાથી જસદણ વિછીયા પંથકમાં તેમણે અબજો ‚પિયાના કામો કરાવ્યા વાસ્વતમાં કર્મશીલ ડો. ભરતભાઇ બાોધરા હજુ વર્ષો સુધી પ્રજાના કામો કરતા રહે તેવો ગણગણાટ આંકડીયા પંથકના ગ્રામ્યજનોમાં સવારે થતો હતો.